80 ધારાસભ્યોનું અભિમાન ન રાખતા ભ્રષ્ટાચારનો જવાબ આપે: ગઠબંધનની ગુંચ વધી

પટના : બિહારમાં ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પર ભ્રષ્ટાચારનાં આરોપો બાદ રાજ્યમાં રાજકીય હલચલ વધી ગઇ છે. મહાગઠબંધનની બે મહત્વનાં ઘટક જેડીયું અને આરજેડીમાં આ મુદ્દે આરોપ પ્રત્યારોપ કરવાનાં ચાલુ કર્યા છે. આ ક્રમમાં જેડીયુએ એકવાર ફરી આરજેડી પર નિશાન સાધતા કહ્યું કે તેને 80 વિધાયકોનું ગુમાન હોવાનાં બદલે પોતાનાં ડેપ્યુટી સીએમ પર લાગેલા આરોપો અંગે સ્પષ્ટતા આપી દેવી જોઇએ.

બિહાર જેડીયુનાં મુખ્ય પ્રવક્તા સંજયસિંહે કહ્યું કે, આરજેડીને 80 ધારાસભ્યોનું ઘમંડ ન રાખવું જોઇએ. તેને 2010માં પોતાનાં 22 ધારાસભ્યોની સંખ્યાને પણ ધ્યાનમાં રાખવું જોઇએ. 2015માં આરજેડીનાં ધારાસભ્યોની સંખ્યાને પણ ધ્યાનમાં રાખવાં જોઇએ. 2015માં આરજેડીનાં ધારાસભ્યોની સંખ્યા વધારવામાં નીતીશ કુમાર જેવા વિશ્વસનીય ચહેરાનો સાથ પણ છે. ઉલ્લેખનીય છે કે તેજસ્વી રેલ્વેનાં હોટલ ગોટાળા મુદ્દે સીબીઆઇએ કેસ દાખલ કર્યો છે.

243 સભ્યોની બિહાર વિધાનસભામાં આરજેડીની પાસે 80 ધારાસભ્યો છે. જેડીયુની પાસે 71 અને કોંગ્રેસની પાસે 27 ધારાસભ્ય છે. ભાજપની પાસે 53 ધારાસભ્ય છે. આરજેડીનાં બિહાર ચીફ રામચંદ્ર પુર્વેનાં 80 ધારાસભ્યોવાળા પર નિવેદન સંજયે આકરી પ્રતિક્રિયા આપતા, સીમાની નજીક રહેલા અને જેટલા શક્ય હોય ઝડપી આરોપો અંગે સ્પષ્ટતા કરે. જેડીયુ પ્રવક્તા નિરજ કુમારે પણ કહ્યું કે જેમનાં પર આરોપ લાગ્યા છે તેમણે પોતાની સ્પષ્ટતા રજૂ કરવી જોઇએ।

You might also like