બિહારમાં હોસ્ટેલના ચાર વિદ્યાર્થીનાં અપહરણઃ કપડાં ઉતારીને માર્યા અને વીડિયો બનાવ્યો

નવી દિલ્હી: બેગુસરાઈ જિલ્લાના પોખરિયા મહોલ્લા સ્થિત કુશવાહા હોસ્પિટલમાં રહેતા ચાર વિદ્યાર્થીઓને બેરહેમીથી માર મરાયો અને તેમને એકબીજા સાથે અપ્રાકૃતિક સંબંધો માટે મજબૂર કરવાનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી આપ્યા છે.

પોલીસ અધિકારી ત્રિલોકકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે ગયા બુધવારે બનેલી આ ઘટનાને લઈને સાત આરોપીઓ ગોલુકુમાર, અજયકુમાર, વિનોદકુમાર, રાજાકુમાર, રોહિતકુમાર, ગણેશકુમાર અને રાહુલકુમારની ધરપકડ કરાઈ છે. આ તમામને જજ સમક્ષ પંકજ મિશ્ર સામે રજૂ કર્યા બાદ કસ્ટડીમાં જેલ મોકલી અપાયા છે.

તેમણે જણાવ્યું હતું કે આ ઘટનામાં સંકળાયેલા અન્ય આરોપીઓની ધરપકડ માટે પોલીસ સતત દરોડા પાડી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર પોખરિયા મોહલ્લાના વોર્ડ નં. ૩૮ નિવાસી ગોલુકુમારના પીવાના પાણીના પ્લાન્ટમાંથી પાણી નહીં ખરીદવા પર કાલિસ્તાન ચોક પાસે આવેલી કુશવાહા હોસ્ટેલના ચાર વિદ્યાર્થીઓને આરોપીઓ અપહરણ કરીને પોતાની સાથે લઈ ગયા.

વિદ્યાર્થીઓને બેગુસરાઈ મંડળ કારાની પાછળ લઈ ગયા બાદ નગ્ન કરીને બેરહેમીથી મારવામાં આવ્યા. હથિયારના બળે તેમને એકબીજા સાથે અપ્રાકૃતિક સંબંધો બાંધવા મજબૂર કરાયા. ત્યાર બાદ પગના અંગુઠા પાસે ગોળી ચલાવ્યા બાદ તેમને એ ધમકી આપીને છોડી દેવાયા કે જો કોઈ સામે આ ઉલ્લેખ કર્યો તો વીડિયો વાઈરલ કરી દેવાશે. પીડિત વિદ્યાર્થીઓની ઉંમર ૧૮થી ૨૧ની વચ્ચે છે.

પીડિત વિદ્યાર્થીઓનો જિલ્લા હોસ્પિટલમાં ઉપચાર ચાલી રહ્યો છે. આરોપીઓએ આ ઘટનાનો વીડિયો વાઈરલ કરી દીધો છે, પરંતુ તે એટલો બિભત્સ છે કે કોઈને બતાવી શકાય
તેમ નથી.

You might also like