Categories: Ajab Gajab

OMG! આટલો વિશાળકાય મગર, વીડિયો જોઈને રહી જશો દંગ!

ઇન્ટરનેટ પર કેટલાક દિવસોથી ફ્લોરિડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વિશાળકાય મગર જોવા મળી રહ્યો છે. આ મગર એટલો વિશાળ છે કે તેને જોઈને એક વાર પણ વિશ્વાસ ન આવે કે આ મગર છે અથવા હોલીવુડ ફિલ્મમાં દેખાડવામાં આવેલો ગોડજિલા.

આ મગર નેચર પાર્કમાં ફરતા લોકોને જોવા મળ્યો હતો. તેઓને આશા નહોતી કે તેઓને એવું કંઈ જોવા મળી શકે છે જેને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ જશે. આ દરમિયાન કેટલાક લોકોએ આ ખતરનાક દેખાતા મગરને વીડિયોમાં કેદ કરી લીધો હતો જેને પછી ઇન્ટરનેટ પર મૂકી દેવામાં આવ્યો હતો.

ફ્લોરિડાના નેચર રિઝર્વમાં બનાવવામાં આવેલા એક વીડિયોમાં એક મોટો મગર પોલ્ક કાઉન્ટીમાં સર્કિલ બી બાર રિઝર્વમાં રસ્તો પાર કરતા જોવા મળ્યો હતો. નેચર સેન્ટર ફરવા આવેલા લોકો માટે આ મોટી ઘટના હતી. મગર એક મોટી ઝાડીમાંથી નીકળીને એકદમ આરામથી ટહેલી રહ્યો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ તેનો ફોટો અને વીડિયો બનાવ્યો હતો. જુઓ આ વીડિયો . . .

Rashmi

Recent Posts

વ્યાજની વસૂલાત માટે યુવકને 31 કલાક ગોંધી રાખી ઢોર માર માર્યો

(પ્રતિનિધિ દ્વારા અમદાવાદ: શહેરના માધુપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે વાહનોની લે વેચ કરતા યુવકનું અપહરણ કર્યા બાદ ૩૧ કલાક…

13 hours ago

1960 પછી ગુજરાતમાં પ્રથમ વાર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: છેક વર્ષ ૧૯૬૦માં કોંગ્રેસની વર્કિંગ કમિટીનું આયોજન ગુજરાતમાં કરાયું હતું ત્યાર બાદ હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસની વર્કિંગ…

14 hours ago

અમદાવાદમાં AMTS બસથી રોજ એક અકસ્માત

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના સત્તાવાળાઓ દ્વારા એએમટીએસ બસમાં પેસેન્જર્સનો વિશ્વાસ વધે અને ખાસ કરીને અકસ્માતની ઘટનાઓનું…

14 hours ago

એસટીના કર્મચારીઓ આજ મધરાતથી હડતાળ પર જશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ આજે મધરાતથી હડતાળ પર ઉતરી જશે. જેના કારણે આજે મધરાતથી રાજ્યભરની સાત હજારથી…

14 hours ago

ધો.11ની વિદ્યાર્થિનીને કારમાં આવેલા બુકાનીધારી શખસો ઉઠાવી ગયા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જુહાપુરામાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ ૧૧મા ભણતી વિદ્યાર્થીનીને ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા ત્રણ અજાણ્યા…

14 hours ago

દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકાઃ 3.9ની તીવ્રતા, UPનું બાગપત હતું કેન્દ્ર

(એજન્સી) નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત એનસીઆરના ક્ષેત્રમાં બુધવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૯ હતી.…

15 hours ago