જામનગરમાં દેશનું સૌથી મોટું પિત્તળનું વાયદા બજાર કેન્દ્ર ખૂલ્યું

જામનગરમાં દેશના સૌથી મોટા કોમોડીટી એક્સચેન્જ એમસીએક્સ દ્વારા પિત્તળના વાયદા બજાર કેન્દ્રનો પ્રારંભ કરાયો છે. અમેરિકા, બ્રિટન અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાંથી ધાતુનો ભંગાર મંગાવી જામનગર અને આસપાસના વિસ્તારોમાં પાંચેક હજાર જેટલા નાના, મધ્યમ અને મોટા કદના એકમો બ્રાસ પાર્ટનું નિર્માણ કરે છે.

દેશભરમાં વેચાતા પિત્તળનું 80 ટકા જેટલું પિત્તળ જામનગરની આ ઉદ્યોગ માર્કેટમાં વેચાય છે. જયારે બાકીનો 20 ટકા વેપાર ઉત્તર પ્રદેશના મુરાદાબાદ અને હરિયાણાના જગધરામાં ફેલાયેલ હોવાનું મનાય છે. બ્રાસ ડીલિવરી સેન્ટરના પગલે જામનગરના આ ઉદ્યોગને નવી હાઈટ મળવાના સંજોગો ઉભા થશે.

You might also like