શિલ્પા શિંદેનો MMS વાયરલ થયો, ‘ભાભીજી ઘર પે હૈ..’ના મેકર્સ પર આરોપ

ટીવી પર ‘ભાભીજી…’ના નામથી પ્રખ્યાત થયેલ શિલ્પા શિંદે ભલે બિગ બૉસના ઘરમાં હોય, પરંતુ ઘરની બહાર પણ શિલ્પાની એટલી જ ચર્ચા થઈ રહી છે. બિગ બૉસમાં એન્ટ્રી બાદથી જ શિલ્પા શિંદેના નામ સાથે જોડાયેલ અનેક વિવાદો જાહેર થઈ રહ્યા છે.

હવે શિલ્પાનું નામ એક MMS સાથે જોડાઈ રહ્યું છે. આ વીડિયોમાં એક મહિલા બેડ પર સૂતેલી જોવા મળી રહી છે. વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયોમાં અન્ય કોઈ નહીં શિલ્પા શિંદે છે. જો કે શૉ દરમ્યાન જ શિલ્પાએ આરોપ લગાવ્યો હતો કે, ‘ભાભીજી ઘર પે હૈ..’ ના મેકર્સે આ MMS બનાવ્યો હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે બિગ બૉસની સિઝન 11માં પણ શિલ્પા શિંદે અને તેની સિરીયલ ‘ભાભીજી ઘર પે હૈ..’ના પ્રોડ્યૂસર વિકાસ ગુપ્તા વચ્ચે સતત ઝઘડા ચાલી રહ્યા છે. જો કે વિકાસની સહનશક્તિ આ શૉમાં ખૂબ જોવા મળી રહી છે. શિલ્પા સતત તેમને ટોર્ચર કરી રહી છે.

You might also like