#MeToo: બિગ બોસ કન્ટેસ્ટંટ પૂજા મિશ્રાએ લગાવ્યો સલમાન-શત્રુઘ્ન પર યૌન શોષણનો આરોપ

મુંબઇઃ #MeTooની આંધીમાં એક બાદ એક લપેટામાં આવી રહેલ સ્ટાર્સ અને નિર્માતા, નિર્દેશકો બાદ એક એવાં સુપરસ્ટારનું નામ સામે આવ્યું છે કે જેનું નામ જાણીને આપ વિશ્વાસ નહીં કરો. #MeToo અંતર્ગત બોલીવુડનાં દબંગ સલમાન ખાન, તેઓનાં ભાઇ સોહેલ અને અરબાઝ ખાનની સાથે-સાથે શત્રુઘ્ન સિંહા પર પણ યૌન દુર્વ્યવહારનો આરોપ લગાવવામાં આવેલ છે.

બિગ બોસ 5ની પૂર્વ પ્રતિયોગી રહી ચૂકેલ પૂજા મિશ્રા નામની એક મોડલે સલમાન સહિત આ દરેક લોકો પર યૌન શોષણો આરોપ લગાવ્યો છે.

પૂજાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેઓ જણાવી રહે છે કે સલમાન અને શત્રુઘ્ન સિંહા બંનેને ફિલ્મ “સુલ્તાન” દરમ્યાન યૌન શોષણ કર્યું હતું.

તેઓએ એમ પણ કહ્યું કે આની જાણકારી બંને કલાકારોનાં પરિવારોને પણ છે. તમને જણાવી દઇએ કે આવું પહેલી વાર નથી થયું કે જ્યારે પૂજા દ્વારા તેઓની પર આરોપ લગાવવામાં આવેલ છે. આનાં પહેલા પણ વર્ષ 2016માં તે સલમાન પર બળાત્કારનો આરોપ લગાવી ચૂકેલ છે.

You might also like