બિગ બોસ-12: સપના ચૌધરીનું થશે આગમન, દિવાળીમાં થશે ધમાલ!

બીગબોસમાં દિવાળી વીક શાનદાર જોવા મળશે. શોમાં ગત સીઝનના દિગ્ગજ કલાકારો જોવા મળશે. શિલ્પા શિંદે અને વિકાસ ગુપ્તાનો ઘરમાં પ્રવેશ થઇ ચૂક્યો છે. અર્શી ખાનનું નામ સામે આવી રહ્યો છે. આ યાદીમાં હવે હરિયાણાની સ્ટાર ડાન્સર સપના ચૌધરીનું જોડાયું છે.

બિગ બોસ તરફથી મળતી એક જાણકારી મુજબ સપના ચૌધરીનું બીગ બોસના ઘરમાં આગમન થશે. બિગ બોસના ખબરી દ્વારા આ અંગેની એક્સલૂઝિવ જાણકારી લીક થઇ હોવાનો દાવો કર્યો છે. જો કે ઘણી વખત આ ખબરીની માહિતી ખોટી પણ પડે છે. આમ હવે જોવાનું રહ્યું કે સપના ચૌધરીનું ઘરમાં આગમન થશે કે નહીં તે અંગેની જાણકારી સાચી પડશે કે નહીં.

સપના ચૌધરી દિવાળીની ઉજવણી દરમિયાન મહેમાન કલાકાર બનીને આવશે. દિવાળી વીક દરમિયાન બિગ બોસમાં જૂના જોગીઓનો આવાનો ટ્રેન્ડ છે. આ મહેમાન કલાકારો ઘરવાળાને ટિપ્સ આપે છે. તેમના બીગબોસના ઘરના અનુભવો તેમને જણાવતાં હોય છે.

ઉલ્લેખનીય છે કે બિગ-બોસ 12ને હાલમાં ઓછી ટીઆરપી મળી રહી છે. આમ દિવાળી સ્પેશિયલ વીક શોની રેન્કિંગમાં કેટલો સુધારો લાવી શકે છે. આ જોવા લાયક રહેશે. સપના ચૌધરી બિગ બોસ-11ની સૌથી મજબૂત દાવેદાર હતી. સીઝન-11માં સપના ચૌધરીએ પોતાનો ડાન્સ અને હરિયાણી સ્વેગ બતાવી દર્શકોનું ઘણુ મનોરંજન કર્યું હતું. જો કે સપના ચૌધરી ઘણી ઝડપથી શોમાંથી બહાર થઇ ગઇ હતી.

You might also like