બિગબોસ સીઝન 12માં સલમાન ખાને કર્યો મોટો ફેરફાર…

ટીવીના સૌથી વધુ ચર્ચિત અને વિવાદીત રિયાલિટી શો બિગ બોસની 12મી સિઝન ટૂંક સમયમાં શરૂ થવાની છે. ઉલ્લેખનીય છે કે બિગ બોસની આ સિઝન એકદમ નવા અંદાજમાં જોવા મળશે. આ વખતે એક સ્પર્ધક સાથે ઘણી જોડી જોવા મળશે તો બિગ બોસ સિઝન 12માં સલમાન ખાન નવા લૂકમાં જોવા મળશે.

તો બીજી તરફ મળતા સમાચાર મુજબ ‘વિકેન્ડ કા વાર’ પણ આ સીઝનમાં એકદમ અલગ રીતે જોવા મળશે. અત્યાર સુધીમાં આવેલ બિગ બોસની સિઝનમાં સલમાન ખાન ઘરમાં હાજર રહેલા સ્પર્ધકો સાથે ‘મી ટીવી’ દ્વારા વાત કરતો હતો.

જો કે હવે બિગબોસના મેકર્સ દ્વારા મળતી ખબર પ્રમણે સીઝન 12માં એવુ કરવામાં આવશે નહી. પરંતુ સલમાન ખાન બધા સ્પર્ધકો સાથે કલાસરૂમમાં બેસીને વાતચીત કરશે. 12મી સીઝનમાં ‘વીકેંડ કા વાર’ પર ઘરના સભ્યો ક્લાસરૂમ જેવા લોકેશન પર બેસી જશે તેમની સામે એક બ્લેકબોર્ડ સ્ક્રીન હશે જેના દ્વારા સલમાન ખાન બિગબોસના ઘરમાં હાજર સ્પર્ધકો સાથે વાતચીત કરશે.

કલાસરૂમના કારણે સલમાન ખાન આ વખતે શિક્ષક જેવો વ્યવહાર કરતો જોવા મળશે. આ વખતે બીગ બોસ સીઝન-12માં આ વખતે નવી જોડી જોવા મળશે.

જેમાં મિલિન્દ સોમાન-અંકિતા કંવર, ટીવી કપલ ગુરમીત ચૌધરી-દેબિના બનર્જી, કૃતિકા સેંગર-નિકિતન ધીર, ઋત્વિક ધનાજી-આશા નેગી અને શોએબ ઇબ્રાહિમ-દીપિકા કક્કડ જેવી જોડી જોવા મળશે.

You might also like