ટેલિવિઝન એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર શૅર કરી MMS લિંક, કારણ જાણીને ચોંકી જશો

એક વખત ફરી ‘બિગ બૉસ’ની વિજેતા શિલ્પા શિંદે ચર્ચામાં છે અને આ વખતે ચર્ચાનું કારણ રિયાલિટી શોથી જોડાયેલું નથી પરંતુ સોશ્યલ મીડિયાથી જોડાયેલી એક પોસ્ટ છે. વાસ્તવમાં શિલ્પાએ ટ્વિટર પર કંઇક એવું શૅર કર્યુ છે, જેના કારણે તે પોતે જ ટ્રોલ થઇ ગઇ છે.

શિલ્પાએ પોતાના ટ્વિટર પોસ્ટમાં એક MMS વીડિયોની લિંક શૅર કરી છે અને તેનું કહેવું છે કે, ”આ MMSને તેનો બતાવીને તેમણે બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. શિલ્પાએ પોતાની પોસ્ટમાં લખ્યુ કે, પ્લીઝ આ જુઓ, પછી તમને ખબર પડશે કે જેણે કોઇ કામ ધંધો નથી તે લોકો આ રીતે બીજાની જિંદગી ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે.”, જે પછી તેણે એક લિંક શૅર કરી છે અને કહ્યુ કે, ”આ ઑરિજિનલ ગર્લનો વીડિયો જે શિલ્પા શિંદેનો MMS છે તેમ કહેવામાં આવી રહ્યુ છે.”

જોકે, શિલ્પાએ ટ્વીટ પર ટ્વિટર યૂઝર્સે ટ્રોલ કરવાની શરૂ કરી દીધુ. આ સિવાય ‘બિગ બૉસ 11’ની કન્ટેસ્ટન્ટ રહેલી હિના ખાન અને તેમના બૉયફ્રેન્ડે પણ તેના પર પૉર્ન ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.

હિના ખાનના બોયફ્રેન્ડ રોકીએ જણાવ્યું, ”તમારી (શિલ્પા) સાથે જે થયું છે તેનાથી અમને પણ અફસોસ છે પરંતુ એક જવાબદાર સેલિબ્રિટી તરીકે સોશ્યલ મીડિયામાં પોર્ન વીડિયો પોસ્ટ કરવા કરતા પોલીસમાં ફરિયાદ ન કરવી જોઈએ ?આ ઉપરાંત આપને પોતાની જાતને યોગ્ય બતાવવા માટે તે મહિલાનો પોર્ન વીડિયો શેર કરી દીધો, આ કરતી વખતે શું આપણે એ વાતની સહમતી લીધી હતી કે તમે સોશિયલ મીડિયામાં આ વીડિયો શેર કરવાના છો ?”

બીજી બાજુ હિના ખાને પણ તેના બોયફ્રેન્ડનું સમર્થન કરતા ટ્વીટ કર્યું હતું અને જણાવ્યું, ”આ ખુબ દુઃખદ વાત છે કે, સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ દરમિયાન કોઈ પણ પોસ્ટ કોઈ વ્યક્તિ કે મહિલાની છબી ખરાબ કરી શકે છે પરંતુ એક સેલિબ્રિટી હોવાના નાતે અમારા એક ટ્વીટ પણ ઘણા લોકો સુધી પહોંચતા હોય છે. આ સમયમાં આપને ખુબ જ સાવધાની અને જવાબદારીથી પગલા ભરવા જોઈએ કારણ કે રિયલ લાઈફ એ કોઈ રિયાલીટી શો નથી”

You might also like