Bigg Boss 11: સલમાનનાં આ શો પર લોન્ચ થશે “Tiger Zinda Hai”નું સેકન્ડ સોંગ

સલમાન ખાન અને કેટરીના કૈફની આગામી ફિલ્મ “ટાઇગર જિંદા હૈ”નું બીજું સોંગ “દિલ દિયા ગલ્લા” આ વખતે કંઇક ખાસ રીતે જ લોન્ચ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આ રોમેન્ટિક સોંગને બિગ બોસ-11માં રિલીઝ કરવામાં આવશે. આ દરમ્યાન સલમાન અને કેટરીના વૉલ્ટેઝ (એક પ્રકારનો ડાન્સ પર્ફોર્મ) પણ કરશે.

ફિલ્મની પહેલાં ગીત “સ્વૈગ સે સ્વાગત”નાં રિલીઝની પહેલાં એનાં ફોટાઓ સોશિયલ મીડિયા પર નાખી દેવામાં આવી અને લોકોની વચ્ચે ગીતને લઇ ઉત્સાહને કાયમ રાખવાની કોશિશ કરવામાં આવી. પરફેક્ટ આ રીતે આ ફિલ્મનાં બીજા ગીત “દિલ દિયા ગલ્લા”નાં ફોટાઓ પણ હવે સામે આવી રહ્યાં છે.

આ ફોટાઓમાં સલમાન ખાન અને કેટરીના કૈફની કેમેસ્ટ્રી પણ ઘણી કમાલની છે. આ ગીતનું શૂટીંગ ઑસ્ટ્રિયામાં કરવામાં આવ્યું છે. પહેલા એવી માહિતી હતી કે સલમાન ખાન પોતાનાં રિયાલીટી શો “બિગ બોસ 11″માં જ “સ્વૈગ સે સ્વાગત” ગીતને લોન્ચ કરશે. પરંતુ બાદમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે ફિલ્મનાં રોમેન્ટિક ગીતને ખૂબ જ ધારદાર રીતે લોન્ચ કરવાની જરૂર છે જેને લઇ એને માટે બિગ બોસનું મંચ બરાબર પરફેક્ટ રહેશે.

ફિલ્મ “ટાઇગર જિંદા હૈ”નું પહેલું ગીત “સ્વૈગ સે સ્વાગત”એ રિલીઝનાં 24 કલાકોની અંદર યૂ-ટ્યૂબ પર સૌથી વધારે જોવામાં આવ્યો અને તે વીડિયો સોંગ બની ગયું. આ ગીતને સાડા ચાર કરોડ લોકોએ યૂ ટ્યૂબ પર જોયું કે જે “બાહુબલી-2” કરતા પ વધારે વ્યૂ આ ગીતને મળ્યા છે. અને આ ફિલ્મ 22 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થશે.

You might also like