ઘરમાંથી કાઢી મૂકાયેલ પ્રિયાંકની Bigg Bossમાં એન્ટ્રી, ઢીંચાક પૂજાની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી

બિગ બૉસ 11ની સિઝનમાંથી આઉટ થયેલ પ્રિયાંક શર્માની ઘરમાં ફરીથી એન્ટ્રી થશે. પોતાના ગીતોથી સુપરહિટ થનાર ઢીંચાક પૂજા પણ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે બિગ બૉસના ઘરમાં એન્ટ્રી કરશે.

ઉલ્લેખનીય છે કે પ્રિયાંક શર્માને બિગ બૉસના જ પ્રતિસ્પર્ધી આકાશ ડડલાનીને ધક્કો મારવાના કારણે ઘરમાંથી આઉટ કરવામાં આવ્યો હતો. તેને ખુદ સલમાન ખાને ધક્કો મારવાના કારણે ઘરમાંથી કાઢી મૂક્યો હતો.

બિગ બૉસના દિવાલી સ્પેશિયલ એપિસોડમાં પ્રિયાંક ઘરમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે પ્રવેશ કરશે. ગાયક પૂજાના ગીત ‘સેલ્ફી મેને લે લી આજ’ અને ‘સ્વૈગ વાલી ટોપી’ યુટ્યૂબ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. બંને શુક્રવારે ઘરમાં એન્ટ્રી કરશે અને શનિવારના એપિસોડમાં દેખાશે.

You might also like