અર્શી ખાન અંગે તેના મેનેજરે કર્યાં ખુલાસા, લગ્ન અંગેની હકીકત પણ જણાવી

અર્શી ખાન જેટલો હૉટ ટૉપિક ઘરની અંદર છે, એટલી જ ચર્ચા અર્શી ખાનની ઘરની બહાર પણ થઈ રહી છે. તેના પર અવારનવાર કોઈને કોઈ આરોપ લાગી રહ્યા છે. અર્શી ખાનનું કોઈપણ નિવેદન પણ મીડિયામાં છવાઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ અર્શી ખાનના માતા પિતાએ તેના પર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે, તે પબ્લિસિટી માટે પરિવારને બદનામ કરી રહી છે. જો કે હવે અર્શી ખાનના મેનેજર રેમેડિયોઝ ફ્લિને તેના પર લાગેલા આરોપો અંગે ખુલાસો કર્યો છે. તેમણે અર્શી ખાનના લગ્ન, દાદા અને દાદીના લગ્ન વિશેની વાતોનો ખુલાસો કર્યો છે.

લગ્ન વિશે ખુલાસો
ફ્લિને જણાવ્યું કે, અર્શી ખાનના લગ્ન ક્યારેય થયા જ નથી. તેમના અન્ય યુવતીઓની જેમ બૉયફ્રેન્ડ હોઈ શકે છે. અર્શીએ 2015માં પાકિસ્તાનના એક બુકી વિરુદ્ધ ફરિયાદ કરી હતી, પરંતુ તે અર્શી ખાનનો પતિ નથી.

દાદાના 18 લગ્ન
ફ્લિને કહ્યું કે, અર્શી ખાને પોતાના દાદા વિશે બિગ બૉસના ઘરમાં જે કંઈ કહ્યું તે મજાક છે. જો કે મીડિયા તેને ગંભીરતાથી કેમ લઈ રહી છે તે ખબર પડી રહી નથી. તે ઘરના બાકી સભ્યો સાથે મજાક કરી રહી હતી.

અર્શી ખાનની ઉંમર
અર્શી ખાનની ઉંમરની વાત છે તો તેમના દસ્તાવેજોમાં થોડી ભૂલો હતી. જેમાં ફેરફાર કરવા માટે પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને તે થઈ પણ ગઈ છે. તે બિગ બૉસના ઘરમાંથી બહાર આવશે ત્યારે તેમની ઉંમરનો ખુલાસો કરવામાં આવશે. જો કે દસ્તાવેજો પ્રમાણે તેમની ઉંમર 30 વર્ષની હોવી જોઈએ.

અર્શી ખાનનો શું છે અભ્યાસ
ફ્લિને કહે છે કે, જ્યાં સુધી અર્શી ખાનને હું જાણું છું કે તેમણે ફિઝિયોથેરાપીમાં સ્કૉર કર્યો છે અને તે ટ્રેન્ડ ફિઝિયોથેરાપિસ્ટ છે. તે કૉરસ્પોંડેંસ દ્વારા લૉ પણ ભણી રહી છે.

You might also like