આવી રહી છે “બિગ બોસની સિઝન-10”, કાંઇક આવી હશે આ સિઝન

728_90

મુંબઇઃ સલમાન ખાન અને તેના રિયાલિટી શો બિગ બોસના ફેન્સ માટે ખુશીના સમાચાર છે. બિગ બોસ-10નો પ્રોમો રિલીઝ થઇ ગયો છે. સલમાન આ વખતે એસ્ટ્રોનોટના અવતારમાં જોવા મળી રહ્યો છે. સલમાન ખાનની ફેન ક્લબ દ્વારા સલમાનનો એક એસ્ટ્રોનોટના લૂક વાળો ફોટો શેર કરવામાં આવ્યો છે. સલમાનખાનના ફેન્સ બિગ બોસના આ પ્રોમોને જોઇને ભારે ઉત્સાહિત છે.

પ્રોમો વીડિયોમાં સલમાન ખાન સ્પેસમાં એસ્ટ્રોનોટના લૂકમાં એવુ બોલતો જોવા મળે છે કે આ વખતની બિગ બોસની સિઝનમાં મહેમાન કોઇ જાણીતી હસ્તી નહીં પરંતુ સામાન્ય વ્યક્તિ હશે. દર વખતની જેમ આ શો આ વખતે  પણ કાંઇક નવું લઇને આવશે. આ ઉપરાંત સલમાનના એસ્ટ્રોનોટ લૂકમાં એ વાતનો પણ અંદાજ લગાવી શકાય છે કે આ વખતની થીમ સ્પેસ પર હશે. એટલે કે બિગ બોસનું ઘર સ્પેસની થીમ પર તૈયાર કરવામાં આવ્યું હશે.

You might also like
728_90