‘યુવરાજ ડ્રગ્સનું સેવન કરતો હતો’

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી યુવરાજસિંહે એક તરફ રણજી ટ્રોફીમાં શાનદાર રમતનું પ્રદર્શન કરીને બેવડી સદી ફટકારી ત્યારે બીજી તરફ તેના નાના ભાઈ જોરાવરની પત્ની આકાંક્ષા શર્માએ યુવરાજને લઈને સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. આકાંક્ષા શર્મા બિગ બોસ-૧૦ની સ્પર્ધક તરીકે ઘરમાંથી બહાર આવી ગઈ છે. ઘરની બહાર આવ્યા બાદ એક અખબારને આપેલી મુલાકાતમાં આકાંક્ષાએ ખુલાસો કર્યો કે, ”યુવરાજ ડ્રગ્સનું સેવન કરતો હતો” એટલું જ નહીં, આકાંક્ષાએ આ મુલાકાત દરમિયાન એવું પણ કહ્યું કે, ”યુવરાજે ખુદે મને એ વાત જણાવી હતી કે તે સ્મોકિંગ કરતો હતો.”

આકાંક્ષાએ પોતાનાં સાસુ શબનમ અંગે પણ ખૂલીને વાત કરી હતી. આકાંક્ષાએ કહ્યું, ”મેં શોની એન્ટ્રી દરમિયાન જે વાત કરી હતી તે અંગે હું અડગ છું. જોરાવર સાથે મારાં લગ્ન ફક્ત કાગળ પર જ થયાં હતાં. મારાં લગ્ન મારી સાસુ શબનમે જ બરબાદ કરી નાખ્યાં. અમારાં લગ્ન અંગેના બધા જ નિર્ણય શબનમે કર્યા હતા, એટલે કે સુધી કે મારા વોર્ડરોબ પર તેની જ નજર રહેતી હતી. મારું હનીમૂન પણ દુબઈમાં આખા પરિવાર સાથે પસાર થયું હતું, જ્યાં હું બધા માટે ખાવાનું બનાવતી હતી. હું શરાબ પીતી હતી, પરંતુ જોરાવર અને યુવરાજ સાથે જ.”

આ પહેલાં આકાંક્ષા અંગે યુવરાજનાં માતા શબનમે પણ ખૂલીને પોતાની વાત સામે રાખી હતી. શબનમે કહ્યું હતું, ”આકાંક્ષા અને જોરાવરના છૂટાછેડાનો મામલો હજુ કોર્ટમાં પેન્ડિંગ છે. આકાંક્ષાને કોઈ અધિકાર નથી કે તે આ મામલે જાહેરમાં કોઈ વાત કરે. મેં તેની સામે કોર્ટમાં અરજી દાખલ કરી છે. હું નથી ઇચ્છતી કે બહારના લોકો આ અંગે કંઈ જાણે.”

You might also like