બીગબી અને પ્રિયંકા ‘અતુલ્ય ભારત’ના બ્રાન્ડ એમ્બેસેડર: નિશુલ્ક કામ કરે તેવી શક્યતા

નવી દિલ્હી :  ઇનફેડિબલ ભારતના અભિયાન માટેનવા બ્રાન્ડ એમ્બેસડરોની પસંદગી કરી લેવામાં આવી છે. અહેવાલો પ્રમાણે આમિરખાનની જગ્યાએ હવે અમિતાભ બચ્ચન અને પ્રિયંકા ચોપડા બ્રાન્ડ એમ્બેસડર બનશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને અલગ અલગ જાહેરાતોમાં નજરે પડશે અને તેનો કોન્ટ્રાકટ ત્રણ વર્ષનો હશે. ઉલ્લેખનીય છે કે આમિર ખાન ‘અતુલ્ય ભારત’ અભિયાન માટે કોન્ટ્રેકટ ખત્મ થયા બાદ જ નવા બ્રાન્ડ એમ્બેસેડર બનવાની ચર્ચા થઇ રહી હતી અને તેમાં અમિતાભનું નામ પ્રબળ દાવેદાર તરીકે સામે આવી રહ્યું હતું.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે અમિતાભ રાજયના ટૂરિઝમ કેમ્પેનનો ભાગ હતા. નવા એમ્બેસેડરની દોડમાં અમિતાભ અને પ્રિયંકા સિવાય અક્ષયકુમાર અને દિપીકા પાદુકોણના નામની પણ ચર્ચા હતી. અક્ષયે અતુલ્ય ભારતના એમ્બેસેડર બનવાની વાત અંગે ઇચ્છા દર્શાવીને કહ્યું કે આ એક ભવ્ય સન્માન છે અને સંપર્ક કરવામાં આવશે તો હું ગ્રહણ કરીશ.

 

અગાઉ અત્યાર સુધી આપણે આમિરને અતુલ્ય ભારતના કેમ્પેન એડમાં ટીવી પર જોઇ રહ્યા છીએ. ભાજપ સરકારના વિરોધીઓનું કહેવું છે કે આમિરના અસહિષ્ણુતા વાળા નિવેદનના કારણે તેનો કોન્ટ્રાકટ વધારવામાં આવ્યો નથી

You might also like