સુરંગના માધ્યમથી ચાલી રહ્યું હતું મોટા આતંકવાદી હુમલાનું પ્લાનિંગ: BSF

નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીરમાં એલઓસી પર સુરંગ હોવાની જાણ થતાં ભારતીય સેનાએ પાકિસ્તાનને આ અંગે ફરિયાદ કરી છે. જમ્મૂ ક્ષેત્રના આઇજી બીએસએફ રાકેશ શર્માએ કહ્યું કે તેમણે પાકિસ્તાની રેંજર્સને પણ આ અંગે વાત કરી છે અને તેમને પુરવા પણ સોંપશે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે પાકિસ્તાન દ્વારા સુરંગના માધ્યમથી મોટા આતંકવાદી હુમલાનું કાવતરું રચવામાં આવી રહ્યું હતું.

તેમણે જણાવ્યું કે ‘ગુરૂવારે અમને સુરંગ અંગે જાણ થઇ. અમે પાકિસ્તાની રેંજર્સને તેની સૂચના આપી છે અને તેને આગળ આવીને પુરાવા જોવા માટે પણ કહ્યું છે. સુરંગ ખૂબ મોટી છે અને ભવિષ્યમાં આ પ્રકારની ગતિવિધિઓથી મોટો ખતરો ઉભો થઇ શકે છે.’

આઇજી બીએસએફે કહ્યું કે જેવી સુરંગ મળી છે તેને પાકિસ્તાન દ્વારા ભવિષ્યમાં મોટી માત્રામાં ઘુસણખોરી થઇ શકે છે. અમે પાકિસ્તાને આ અંગે ફરિયાદ કરી છે કે આ બધા અંગે તેમને જાણ હતી. પાકિસ્તાને આ મામલે સહયોગનો વાયદો કર્યો છે. તેમણે કહ્યું કે ‘અમે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરીશું જેથી ભવિષ્યમાં આ પ્રકારની હરકતોને રોકી શકાય.

You might also like