ગુજરાત ભાજપામાં ભારે હલચલ, મોટાપાયે ફેરબદલના અણસાર

અમદાવાદ: નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આનંદીબેન પટેલે ગુજરાતની સત્તા સંભાળી. તેમના શાસનકાળ પર પહેલીવાર સવાલ ત્યારે સવાલ ઉઠ્યા જ્યારે હાર્દિક પટેલે 25 ઓગસ્ટ 2015ના રોજ ગુજરાત સરકાર વિરૂદ્ધ રેલી કાઢી. હાર્દિક પાટીદારો માટે અનામતની માંગને લઇને અમદાવાદમાં 5 લાખ પટેલોની સાથે એકજૂટ થયા તો સરકારના હોશ ઉડી ગયા. આંદોલન હિંસક થયુ અને પછી કેન્દ્રની દરમિયાનગિરી બાદ મામલો શાંત પણ થયો, પરંતુ આંદોલને રાજ્યમાં એક નવી રાજકીય રેખા ખેંચી દીધી.

યાદ કરો જ્યારે ગુજરાતમાં પાટીદારોનું આંદોલન હિંસક થયું તો હાલાત પર કાબૂ મેળવવા માટે દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જનતા પાસે શાંતિની અપીલ કરવી પડી. પરંતુ પીએમ મોદીની અપીલ બાદ પણ હાલાત કાબૂમાં ન આવ્યા. ત્યારબાદ હાર્દિક પટેલની રાષ્ટ્રદ્રોહના આરોપમાં ધરપકડ બાદ પરિસ્થિતિને કાબૂમાં કરવામાં આવી.

હાલની સ્થિતિની 2017ની ચૂંટણી પર અસર
પાટીદારોના આંદોલન બાદ ગત વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને શહેરો બઢત મળી, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસના જે પ્રકારે પરિણામ જોવા મળ્યા તેને જોતાં પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વની ચિંતા વધવી વ્યાજબી હતું. દિલ્હી અને બિહાર વિધાનસભામાં મળેલી હારમાંથી બીજેપી હજુ બહાર આવી નથી, એવામાં પીએમ નરેન્દ્ર મોદીને એ વાતની ચિંતા છે કે જે પ્રકારે હાલમાં ગુજરાતમાં રાજકીય સ્થિતિ છે તેની અસર 2017માં વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર જોવા મળશે.

ઓમ પ્રકાશ માથુરે તૈયાર કર્યો રિપોર્ટ
પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પોતાના વિશ્વાસપાત્ર અને ગુજરાતના પૂર્વ પ્રભારી ઓમ પ્રકાશ માથુરે ગુજરાતની રાજકીય પરિસ્થિતિઓ પર રિપોર્ટ તૈયાર કરાવ્યો. ઓમ માથુરે પોતાનો રિપોર્ટ 25 મેના રોજ નરેન્દ્ર મોદી અને અમિત શાહને સોંપ્યો હતો. ગત અઠવાડિયે અમિત શાહે ગુજરાતના બધા સાંસદો અને ભાજપના નેતાઓની બેઠક બોલાવી અને હાલની રાજકીય પરિસ્થિતિઓ પર ચર્ચા કરી. અત્યારે ગુજરાતના પ્રભારી દિનેશ શર્મા, ગુજરાત ભાજપના અધ્યક્ષ વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ગુજરાતમાં રાજકીય હલચલ વધી ગઇ છે.

ઓમ પ્રકાશ માથુરે પોતાના રિપોર્ટમાં કહ્યું-

1. આપણે પાટીદારોના આંદોલનને નજર અંદાજ ન કરવું જોઇએ.

2. રાજ્ય સરકાર અને પાર્ટીમાં ગુટબાજીને ખતમ કરવી જોઇએ.

3. રાજ્ય સરકારમાં ઘણા મોટા ફેરફાર કરવા પડશે.

4. સરકાર અને પાર્ટી વચ્ચે સમન્વયના અભાવને ટૂંક સમયમાં દૂર કરવો પડશે.

5. સરકાર નિર્ણયમાં પાર્ટીની ભાગીદારીને વધારવી પડશે.

6. કેન્દ્રીય નેતૃત્વને સમયાંતરે પાર્ટી અને સરકારના કામકાજની સમીક્ષા કરવી જોઇએ.

કહેવામાં આવી રહ્યું છે કે ઓમ માથુરના રિપોર્ટ બાદ જ પીએમ મોદી અને અમિત શાહની સલાહ બાદ રાજ્ય સરકારની સરકારી નોકરીઓમાં સવર્ણ જાતિઓના અનામતના કાયદાને પાસ કર્યો. જે પરિવારોની વાર્ષિક આવક છ લાખથી ઓછી છે, તેમના માટે 10 ટકા અનામતની વ્યવસ્થા કરવામાં આવી.

શાહ અને મોદીની ગુજરાતના નેતાઓ સાથે બેઠક
એટલું જ નહી, રિપોર્ટ બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગુજરાતમાં પોતાના પ્રવાસની સંખ્યા વધારી દીધી. પાર્ટીના નેતાઓ અને મંત્રીઓની સાથે બેઠક શરૂ કરી દીધી. એક અઠવાડિયામાં ગુજરાતને લઇને પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ઓમ પ્રકાશ માથુરની બે વખત લાંબી-લાંબી મીટિંગ થઇ ચૂકી છે. શુક્રવારે પણ ઓમ પ્રકાશ માથુરે પીએમ સાથે ગુજરાતના વિષય પર સંસદમાં મુલાકાત કરી.

ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રી નિતિન પટેલે પણ પીમ નરેન્દ્ર મોદી અને ઓમ માથુર સાથે અલગ-અલગ બેઠક લરી. સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતની રાજકીય પરિસ્થિતિનો રિપોર્ટ જોતાં પીએમ નરેન્દ્ર મોદી મોટો નિર્ણય લઇ શકે છે. એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવીને બીજા કોઇને કમાન સોંપવામાં આવી શકે છે.

આનંદ પટેલને મુખ્યમંત્રી પદેથી દૂર કરી શકાય છે
આ વર્ષે નવેમ્બર મહિનામાં આનંદ પટેલ 75 વર્ષના થઇ જશે. ગુજરાતમાં નવેમ્બર 2017માં વિધાનસભાની ચૂંટણી પણ છે. એવામાં આનંદ પટેલના નેતૃત્વમાં ચૂંટણીમાં ઉતરવાનો ફાયદો ઓછો અને નુકસાન વધુ કરાવી શકે છે. ચર્ચા એ વાતની પણ છે કે આનંદીબેન પટેલને હરિયાણા કે પંજાબના ગર્વનર બનાવી શકાય છે.

પોતાની છબિને લઇને નરેન્દ્ર મોદી સંવેદનશીલ
પીએમ મોદી પણ જાણે છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જો ભૂલથી પણ હાર થઇ તો તેમની લીડરશિપ પર સવાલ ઉભા થશે. લોકસભાની ચૂંટણી પહેલાં આ મોદી માટે એટલો મોટો ઝટકો હશે, જેમાંથી બહાર નિકળવું તેમના અને પાર્ટી બંને માટે મુશ્કેલ હશે. પીએમ મોદી માટે કહેવામાં આવે છે કે તે પોતાની ઇમેજને લઇને ખૂબ સંવેદનશીલ રહે છે.

You might also like