નાથાલાલ ઝઘડાના ફોટો અને વસંત ગજેન્દ્ર ગડકરને પુષ્પાંજલિ

અમદાવાદ : ગુજરાતમાં જનસંઘનો પાયો નાંખનાર, રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના અગ્રણી અને ગુરુજીના નામે જાણીતા બનેલા સ્વર્ગસ્થ વસંત ગજેન્દ્ર ગડકરની ગઈકાલે પૂણ્યતિથિ નિમિત્તે રાજયભરમાંથી આર.એસ.એસ.ના કાર્યકરો, ભાજપના અગ્રણીઓએ સહૃદય પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

બહુચરાજીના ધારાસભ્ય અને રાજયના ગૃહરાજયમંત્રી રજનીકાંત પટેલ દ્વારા સ્વ. વસંત ગજેન્દ્ર, ગડકરને પૂણ્યતિથિએ પુષ્પાંજલિ અર્પણ કરતો વોટસ્અપ ઉપર સંદેશો મૂકયો હતો પણ આશ્ચર્યની વાત તો એ છે કે આ સંદેશામાં સ્વ. વસંત ગજેન્દ્ર ગડકરને બદલે જનસંઘની અને આર.એસ.એસ.ના અગ્રણી સ્વ. નાથાલાલ ઝઘડાની તસ્વીર મૂકાઈ ગઈ હતી.

જેનાથી સમગ્ર ભાજપ અને આર.એસ.એસ.ના કાર્યકરોમાં ગૃહરાજ્ય મંત્રી રજની પટેલની ભૂલ અંગે ચર્ચા જગાવી હતી. આમ રાજયના ગૃહ રાજય મંત્રી જેવા નેતાઓ પોતાના ગુરુજીની તસ્વીર મૂકવામાં ભૂલ અંગે સોશિયલ મિડિયામાં આશ્ચર્ય થયું હતું.

You might also like