મોટી ફિલ્મો મિસ કરતી નથીઃ સોનાક્ષી સિંહા

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા હાલમાં પોતાની ફિલ્મ ‘નૂર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. સોનાક્ષીએ જણાવ્યું કે હવે તેની કરિયરમાં એ સમય આવી ગયો છે જ્યારે તે રિસ્ક લઇને કામ કરી શકે છે. તેણે મોટા હીરો સાથે અને મોટી ફિલ્મોમાં ખૂબ કામ કર્યું છે. હવે એવો સમય આવ્યો છે, જ્યાં તે ખુદને અલગ પ્રકારના કામ માટે સાબિત કરી શકે. મહિલાપ્રધાન ફિલ્મો અંગે વાત કરતાં સોનાક્ષી કહે છે કે મેં ટોપ સ્ટાર સાથે ઘણી ફિલ્મો કરી, પરંતુ હવે કંઇક નવું કરવાનું અને રિસ્ક લેવાનો સમય આવી ગયો છે. હાલમાં દર્શકો પણ દરેક પ્રકારની ફિલ્મો જુએ છે. મહિલાપ્રધાન ફિલ્મો ખૂબ પૈસા કમાઇ રહી છે. તેથી મેં ‘અકીરા’ અને ‘નૂર’ જેવી ફિલ્મો કરી. મેં મલ્ટિસ્ટારર ફિલ્મોમાં પણ ઘણું કામ કર્યું. હવે મારે મોટા સ્ટાર સાથે કામ કરવું નથી અને હું તેમની ફિલ્મો મિસ પણ કરતી નથી. હવે મારા માટે નવા નવા પ્રયોગ કરવાનો સમય આવી ચૂક્યો છે.
સોનાક્ષી કહે છે કે મારી ફિલ્મ ‘અકીરા’ સોલો ફિલ્મ હતી. ‘અકીરા’ મારી પહેલી એવી ફિલ્મ હતી, જેની સફળતાની જવાબદારી મારા ખભા પર હતી. તેથી હું ફિલ્મના ઓપનિંગથી લઇ રોજના ક્લેક્શન પર પણ નજર રાખતી હતી. ‘અકીરા’નું પહેલા દિવસનું કલેક્શન સારું હતું. તેથી હું રિલેક્સ થઇ હતી. •
http://sambhaavnews.com/

You might also like