બીગ બોસ સીઝન -10નો પ્રોમો રિલીઝ, સામાન્ય લોકો પણ બનશે સ્પર્ધક

મુંબઇઃ “બિગ બોસ સીઝન-10”નો પ્રોમો રિલીઝ થઇ ગયો છે. આ પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે તેમાં સામાન્ય લોકો પણ ભાગ લઇ શકશે. આ પ્રોમો કલર્સના સીઇઓ રાજ નાયકે તેમના ટવિટર હૈડલ પર મૂક્યો છે. તેના કેપ્શનમાં એવું લખવામાં આવ્યું છે કે ભારત તેને પોતાનું જ ઘર સમજે. આ શોમાં ભાગ લેવા ઇચ્છતા લોકો પોતાનો વીડ્યો અપલોડ કરી શકે છે. ત્રણ મિનિટના આ વીડિયોમાં સ્પર્ધકે પોતાની ખાસિયતો સામે લાવવાની રહેશે. આ શોમાં સ્પર્ધક બનાવા માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જે 31 માર્ચ 2016 સુધી ચાલશે.

ઉલ્લેખનિય છે કે બીગ બોસ સીઝન -9માં સલમાન ખાને એવી જાહેરાત કરી હતી કે આગામી સિઝનમાં સામાન્ય લોકો પણ ભાગ લઇ શકશે. આ પહેલાં પણ બીગ બોસમાં આ રીતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સામાન્ય જનતામાંથી એક ચહેરો લેવામાં આવ્યો હતો. સેલિબ્રિટીને ત્રણ મહિના સુધી એક જ ઘરમાં રાખીને દરેક ક્ષણ કેમેરામાં કેદ કરતા આ શોએ દર્શકોમાં ખાસ્સી લોકપ્રીયતા પ્રાપ્ત કરેલી છે. દર્શકોને આ શોનો કોન્સેપ્ટ અને ખાસ કરીને ઘરનું સ્ટ્રક્ચર ખૂબ જ પસંદ આવે છે. આ શોની દર્શકો આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે નવી સીઝનનો કાઉનડાઉન શરૂ થઇ ગયો છે. હાલ શોમાં સ્પર્ધકોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આગામી દિવસોમાં શો ક્યારે ઓનએર થશે તેની તારીખ પણ જાહેર કરવામાં આવશે.

You might also like