બિગ બોસ 12: જસલીને કર્યો મોટો ખુલાસો, હું એકલી છું મને જોઇએ છે Boyfriend

ટીવીનો મોસ્ટ પોપ્યૂલર રિયલિટી શો બિગ બોસના ઘરમાં આવેલી સેલિબ્રિટી જોડી જસલીન મથારૂ અને અનૂપ જલોટાને લઇને સૌથી વધારે ટીઆરપી મેળવી રહ્યું છે. બિગ બોસના ઘરવાળા સહિત દર્શક પણ આ વાત જાણવા ઉત્સૂક રહે છે કે શું વાસ્તવમાં અનૂપ-જસલીન વચ્ચે પ્રેમ ભર્યો સંબંધ છે.


પરંતુ અમે તમારી સામે એક જસલીનના વિડીયોમાં કહેલી વાત જણાવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોમાં જસલીન કહેતી જોવા મળી રહી છે કે તે અત્યારે પણ સિંગલ (એકલી) જ છે. એટલું જ નહીં પરંતુ જસલીન એમ પણ કહી રહીં છે કે તેને કોઇ બોયફ્રેન્ડની શોધ છે જેને તે ઘણી બધા ચૂંબન અને હગ કરી શકે.

 

પરંતૂ ચોંકાવનારી એ વાત છે કે આ વિડીયો એક વર્ષ જૂનો હોય તેમ લાગી રહ્યું છે. જો કે હજુ સુધી આ અંગે કોઇ પુષ્ટી કરવામાં આવી નથી. જો કે બિગ બોસના પ્રીમિયર વખતે જેસલીને જણાવ્યું હતું કે અનૂપ જલોટા સાથે ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે.

પરંતુ જ્યારે આ વાત જસલીનના પિતા સુધી પહોંચી હતી ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. જસલીનની અનૂપ જલોટા સાથેના રિલેશનશિપની વાત જાણ્યા બાદ તેના પિતાએ તેને નામંજૂર કરવાની વાત કરી હતી. તેના પિતાએ કહ્યું કે તે તેમની દીકરીને ક્યારે આ અંગે આશીર્વાદ આપશે નહીં.

બિગ બોસ 12ની શરૂઆતથી લઇને હજી સુધી જસલીન અને અનૂપ જલોટા સમાચારમાં બરાબર રહ્યાં છે. જ્યારે બિગ બોસના ઘરમાં ચોથા દિવસે રાજા-રાની ટાસ્કમાં અનૂપ અને જસલીનને રાજા-રાની બનાવવામાં આવ્યાં હતા.

You might also like