‘બિગ બોસ-૧૨’માં કરણ પટેલ અને અંકિતા ભાર્ગવ સહિતની ૧૦ જોડી નિહાળવા મળશે

મુંબઈ: આગામી થોડા જ સમયમાં ‘બિગ બોસ-૧૨’નો આરંભ થઈ જશે, જેમાં આ વખતે ટીવી પરદાની જાણીતી કરણ પટેલ અને અંકિતા ભાર્ગવ સહિતની ૧૦ જોડીઓ નિહાળવા મળશે.
‘બિગ બોસ-૧૨’ માટે કરણ પટેલ અને અંકિતા ભાર્ગવને આ વર્ષે શોની ઓફર થઈ છે, જાકે ‘કરણ યે હૈ મહોબ્બતેં’ ના શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે તે આ ઓફર સ્વીકારશે કે નહિ તે સવાલ છે.

અંકિતાને થોડા સમય પહેલાં જ મિસકેરેજ થયું હતું તો બીજી તરફ આ માટે શોએબ ઈબ્રાહીમ અને તેની પત્ની દી‌પિકાને પણ ઓફર કરવામાં ‍આવી છે, જોકે શોએબનું કહેવું છે કે તેને આ શો કરવાની ઈચ્છા નથી. તેનાં થોડા સમય પહેલાં જ લગ્ન થયાં છે.

કોમેડિયન સિદ્ધાર્થ સાગર પણ તેની ગર્લફ્રેન્ડ સુબુહી જોશી સાથે આ શોમાં ચમકી શકે તેમ છે. આ અંગે સિદ્ધાર્થ જણાવે છે કે અમને ઓફર થઈ છે પણ હજુ અમે ચોક્કસ નિર્ણય કર્યો નથી. જ્યારે આ શો માટે રિ‌ત્વિક ધનજાની અને તેની ગર્લફ્રેન્ડ આશા નેગને પણ મોટી રકમની ઓફર થઈ છે. અહેવાલ અનુસાર આ શો માટે ગુરમીત ચૌધરી અને તેની પત્ની દેવિના બેનરજીને પણ ઓફર કરવામાં આ‍વી છે, જોકે આ અંગે બંનેએ વાતને નકારી કાઢી છે.

બિગ બોસ-૧૨ માટે પોર્નસ્ટાર ડેનીને પણ ઓફર કરવામાં ‍આવી છે. આ માટે તેણે શરત મૂકી છે કે જો તે શો માટે તેની મિત્ર મહિકા શર્મા તેની સાથે રહેશે તો જ તે કામ કરશે. આ સિવાય નિકેતન ધીર અને ક્રતિકા સેંગરને પણ ઓફર થઈ છે. એને છેલ્લે આ માટે સૃષ્ટિ રોડે અને મનીષ નાગદેવને પણ ઓફર કરવામાં ‍આવી છે.

You might also like