કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ફેરફારથી ભારતીય પહેલવાનોને ઝટકો

નવી દિલ્હી : આવતા વર્ષે ઓસ્ટ્રેલિયાનાં ગોલ્ડ કોસ્ટમાં યોજાનાર કોમવેલ્થ ગેમ્સ અને જકાર્તામાં યોજાનાર એશિયન ગેમ્સની પહેલા ભારતીય પહેલાવાનોને તગડો ઝટકો લાગ્યો છે. આ બંન્નેની રમતોનાં આયોજકોએ ઓલમ્પિકને ધ્યાનમાં રાખીને ફ્રીસ્ટાઇલ કુશ્તીનાં ભાર વર્ગોમાં કપાત કરી છે, જ્યારે કોમનવેલ્થ ગેમ્સથી ગ્રીકો રોમન કુશ્તીને જ હટાવી દેવામાં આવી છે.

ભારતીય કુશ્તી મહાસંઘનાં અધિકારીઓએ જણાવ્યું કે, હવે રિયો ઓલમ્પીકની જેમ જ કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ફ્રી સ્ટાઇલ કુશીનાં મહિલા તથા પુરૂષોનાં છ -છ ભાર વર્ગમાં જ મેચ યોજાશે. કોમનવેલ્થ ગેમ્સથી ગ્રીકો રોમનને સંપુર્ણ રીટે હટાવી દેવામાં આવ્યા છે. જ્યારે એશિયન ગેમ્સમાં પણ ગ્રીકો રોમને છ ભાર વર્ગનાં જ મેચ થશે. તેમણે કહ્યું કે રિયો ઓલમ્પિકની જેમ જ હવે બંન્ને મોટી રમક આયોજનોમાં પુરૂષ ફ્રી સ્ટાઇલમાં 57 કિલોગ્રામ, 65 કિલોગ્રામ, 74 કિલોગ્રામ, 86 કિલોગ્રામ, 97 કિલોગ્રામ અને 125 કિલોગ્રામ આયુવર્કની સરખામણી જ્યારે મહિલાઓમાં 48, 53,58,63,69 અને 75 કિલોગ્રામ વર્ગનું આયોજન થશે.

ગત્ત કોમનવેલ્થ ગેમ્સમાં ગ્રીકોરોમન કુશ્તીનો પણ સમાવેશ થાય છે. આગામી કોમનવેલ્થ ગેમ્સથી પુરૂષ ફ્રી સ્ટાઇલ વર્ગમાં 61 કિલોગ્રામ ભાર વર્ગને હટાવી છે જ્યારે એશિયન ગેમ્સનાં 61 કિલોગ્રામ સાથે હટાવાયું છે.

You might also like