હવે બિગ બજારમાંથી નિકાળી શકાશે 2 હજાર

નવી દિલ્હીઃ નોટબંદીથી પરેશાન લોકો માટે વધુ એક રાહતના સમાચાર છે. હવે બિગ બઝારના 260 સ્ટોર પર ગ્રાહકો પોતાના ડેબિટ કાર્ડ દ્વારા 2000 રૂપિયા નુકાળી શકશે. બિગ બજારે આ સુવિધા 24 નવેમ્બરથી શરૂ કરવાની જાહેરાત કરી છે.

ફ્યૂચર રિટેલની કંપની બિગ બજારે બુધવારે આ નવી સુવિધાની જાહેરાત કરી છે. ફ્યૂચર ગ્રૂપના સંસ્થાપક કિશોર બિયાનીએ ટવિટર પર જણાવ્યું છે કે ગુરૂવારથી બિગ બજારમાં ડેબિટ કાર્ડના ઉપયોગથી 2000 રૂપિયા નિકાળી શકાશે. બિગ બજારે સ્ટેટ બેંક બેંક ઓફ ઇન્ડિયા સાથે મળીને આ સુવિધા શરૂ કરી છે. તો આ પ્રકારની સુવિધા બાદ બેંકોમાં પૈસા ઉપાડવા અંગેની લાઇનોમાં ચોક્કસથી ઘટાડો થઇ જશે.

સરકારે પહેલાં પેટ્રોલ પંપ પર આ પ્રકારની સુવિધા શરૂ કરી હતી અને હવે બિગ બજારમાં આ રીતની સેવા શરૂ કરી છે. દેશવાસીઓને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તે રીતે સરકાર દ્વારા સમયાંતરે નિર્ણય લેવામાં આવી રહ્યાં છે.

visit: sambhaavnews.com

You might also like