સિડની થન્ડર પહેલી વાર બિગ બૅશની ફાઇનલમાં: થૅન્ક્સ ટુ ઉસ્માન ખ્વાજા

ઍડિલેઇડ: ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ ટી-ટ્વેન્ટી ટૂર્નામેન્ટમાં ગઈ કાલે સિડની થન્ડરે પ્રથમ સેમી ફાઇનલમાં ઍડિલેઇડ સ્ટ્રાઇકર્સને ૮ વિકેટથી પરાજિત કરીને પહેલી વાર આ સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં એનો મુકાબલો રવિવારે (ભારતીય સમય મુજબ બપોરે ૧.૪૦થી) ડેવિડ હસીના સુકાનવાળી મેલબર્ન સ્ટાર્સ અથવા ઍડમ વોજેસની કૅપ્ટન્સીવાળી પર્થ સ્કૉર્ચર્સ સાથે થશે.

ગઈ કાલે સિડની થન્ડર માટે ઓપનર ઉસ્માન ખ્વાજા (૧૦૪ નૉટઆઉટ, ૫૯ બૉલ, ત્રણ સિક્સર, તેર ફોર) સુપર હીરો હતો. તેની મદદથી સિડની થન્ડરે ૧૭.૪ ઓવરમાં માત્ર બે વિકેટના ભોગે ૧૬૦ રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો.

You might also like