બિગ બી અને જયાએ ઉજવી 43મી Wedding Anniversary

મુંબઇ: મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાની લગ્નની 43મી વર્ષગાંઠ પર પોતાના પ્રશંસકો દ્વારા તેમને તથા તેમની પત્ની જયા બચ્ચનને શુભેચ્છા પાઠવતાં તેમનો આભાર વ્યક્ત કર્યો છે. 73 વર્ષીય અભિનેતાએ જણાવ્યું હતું કે જયા બચ્ચન આ અવસરે વિદેશમાં છે. અમિતાભ અને અભિનેત્રી જયા બચ્ચન 3 જૂન 1973ના રોજ લગ્નના બંધનમાં જોડાયા હતા.

અમિતાભ બચ્ચને આગળ લખ્યું કે બધા પ્રશંસકોને લગ્નની શુભેચ્છા પાઠવવા બદલ ધન્યવાદ. લગ્નના 43 વર્ષ થઇ ગયા છે અને આ લાંબો સમય હોય છે.


આ સ્ટાર દંપતિએ પ્રકાશ મહેરાની ફિલ્મ ‘ઝંઝીર’માં એકસાથે કામ કર્યા બાદ લગ્ન કરી લીધા હતા. તેમણે એક નાના અને સાદા સમારોહરમાં લગ્ન કર્યા હતા અને તેમાં તેમના ખાસ મહેમાન ફિલ્મ ઉદ્યોગના મિત્રો અને પરિવારના સભ્યો હાજર હતા. ફિલ્મ તીનના સ્ટાર અમિતાભ બચ્ચને પોતાના લગ્નના દિવસને યાદ કરતાં જણાવ્યું હતું કે મારા લગ્નના દિવસે વરસાદ થયો હતો.

તેમણે બ્લોગ પર લખ્યું છે કે હું જ્યારે જયાના પિતાજીના એક પ્રિય મિત્રના માલાબાર હિલ સ્થિત લગ્ન સ્થળ પર જવા માટે તૈયાર થઇ રહ્યાં હતા, ત્યારે ધીમો વરસાદ શરૂ થઇ ગયો. અમારા પડોશીઓ ભાગતાં આવ્યા અને કહ્યું જલદી કરો અને લગ્ન માટે પ્રસ્થાન કરો. આ વરસાદ સારા શુકન છે.

You might also like