પુત્ર અભિષેક સાથે બિગ બીએ રોમાંચક સેમિફાઇનલ મેચ નિહાળી

સેન્ટ પીટર્સબર્ગઃ બોલિવૂડનાે મહાનાયક ગઈ કાલે પુત્ર અભિષેક બચ્ચન સાથે ફિફા વર્લ્ડકપની સેમિફાઇનલ મેચ જોવા પહોંચી ગયો હતો. સેન્ટ પીટર્સબર્ગ સ્ટેડિયમમાં આ સેમિફાઇનલ ફ્રાંસ અને બેલ્જિયમ વચ્ચે રમાઈ હતી. અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરતાં આ રોમાંચક મેચમાં ફ્રાંસને જીતની શુભેચ્છા પાઠવી હતી.

આ તસવીરમાં અભિષેક અને તેના પિતા અમિતાભ નજરે પડી રહ્યા છે. આ પિતા-પુત્રને સ્પોર્ટ્સમાં ઘણો રસ છે અને તેઓ બે ટીમના માલિક પણ છે. પ્રો-કબડ્ડીમાં તેમની ટીમ જયપુર પિન્ક પેન્થર છે, જ્યારે ફૂટબોલમાં ચેન્નઇયન એફસીનો કો-ઓનર અભિષેક છે. પિન્ક પેન્થરે ૨૦૧૪માં પ્રો-કબડ્ડીનો ખિતાબ પણ જીત્યો હતો.

You might also like