પટના એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ : મોટી દુર્ઘટનાં ટળી

પટના : પટનાનાં જયપ્રકાશ નારાયણ ઇન્ટરનેશન એરપોર્ટ પર શુક્રવારે સાંજે મોટી દુર્ઘટનાં સર્જાતા બચી ગઇ હતી. ટેક ઓફ દરમિયાન દિલ્હી જનારી ઇન્ડિગોનાં વિમાનનાં એન્જિમાં આગ લાગી ગઇ હતી. ત્યાર બાદ પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવી હતી. જેનાં કારણે ટાયર રનવે પર જ ફાટી ગયા હતા. જે વિમાન સાથે દુર્ઘટનાં બની તેમાં 174 યાત્રીઓ બેઠેલા હતા. પાયલોટની સુઝબુઝનાં કારણે મોટી દુર્ઘટનાં ટળી હતી અને બીજી તરફ આવતી જતી તમામ ફ્લાઇટ્સ અટકાવી દેવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર વિમાનનાં એન્જિનમાં અચાનક કોઇ ટેક્નીકલ ખામી સર્જાઇ હતી જેનાં કારણે એન્જિનમાં આગ લાગી ગઇ હતી. ત્યાર બાદ ટેક ઓપ દરમિયાન પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવી હતી. અચાનક બ્રેક લાગવાનાં કારણે વિમાનનાં ટાયર ફાટી ગયા હતા. દુર્ઘટનાં દરમિયાન પાયલોટે વિમાન પર નિયંત્રણ જાળવી રાખ્યું હતું.

જો નિયંત્રણ ગુમાવે તો યાત્રીઓને જીવનું જોમખ હતું. દુર્ઘટનાં બાદ મચેલી અફડા તફડી દરમિયાન લગભગ 30 યાત્રીઓ ઘાયલ થયા હતા. ઇન્ડિગોનાં અનુસાર દુર્ઘટનાં ફ્લાઇટ નંબર 6ઇ 508નાં વિમાનમાં આગ લાગવાની પૃષ્ટી કરી છે. જો કે તેમણે ટાયરમાં આગ લાગ્યાની ઘટનાનો ઇન્કાર કર્યો છે. હજી સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. જો કે તેનું કારણ બર્ડહિટ હોવાનું જણાવાઇ રહ્યું છે.

You might also like