સિગારેટ કરતાં બીડી વધુ જોખમી

ભારતમાં બીડીનાં ચલણ પર બહુ ઝડપથી કાબૂ મેળવવો જરૂરી છે, કેમ કે લાખો લોકો સિગારેટ કરતાં બીડીને ઓછી હાનિકારક માને છે. એટલું જ નહીં, એ સસ્તી હોવાથી ગરીબ વર્ગના લોકોમાં પુષ્કળ માત્રામાં વપરાય છે. કેરળની તિરુવનંતપુરમ્ મેડિકલ કોલેજના ફેફસાંના નિષ્ણાતોએ બીડી ફૂંકતા, સિગારેટ ફૂંકતા અને કંઇ ન ફૂંકતા લોકોનો અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં કહેવાયું કે ત્રણેય ગ્રૂપના લોકોમાંથી સૌથી વધુ ફેફસાં અને હાર્ટની રક્તવાહીઓનું ડેમેજ બીડી પીનારા લોકોમાં જોવા મળ્યું હતું. આ માટે ભારતનાં પાંચ મેડિકલ સેન્ટર અને પાકિસ્તાન તેમજ બાંગ્લાદેશના એક-એક મેડિકલ સેન્ટરમાંથી કુલ ૧૪,૯૧૯ પુરુષનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like