અંધારામાં ચમકતો બાઈસિકલ પાથ

આપણે ત્યાં સાઈકલ તો ઠીક, અન્ય વાહનો ચલાવતા લોકો માટે પણ રોડ પર પૂરતી જગ્યા હોતી નથી, પરંતુ સાઈકલ પ્રિય દેશ પોલેન્ડના પુઝસ્કો નામના શહેરમાં એક અનોખો બાઈસિકલ પાથ બન્યો છે. આ ડેડિકેટેડ બાઈસિકલ પાથની ખાસિયત એ છે કે એ અંધારું થતાં જ એકદમ બ્રાઈટ બ્લુ રંગ ચમકી ઉઠે છે. આધુનિક વિજ્ઞાનની કમાલ એવો આ બાઈસિકલ પાથ લ્યુમિનોફોર્સ પ્રકારના રસાયણોથી રંગવામાં આવ્યો છે, જે િદવસ દરમિયાન પ્રકાશ સંઘરી રાખે છે અને અંધારું થતાં જ એનું ઉત્સર્જન કરવા માંડે છે.

You might also like