ભુવનેશ્વર કુમાર શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાંથી ખસી ગયો , જાણો કેમ?

મેરઠઃ ભારતીય ક્રિકેટ ટીમનાે સ્વિંગ માસ્ટર ભુવનેશ્વરકુમાર નુપૂર સાથે લગ્નનાં બંધનમાં બંધાવા માટે તૈયારીઓમાં લાગી ચૂક્યો છે. ન્યૂઝીલેન્ડ સામે શ્રેણી પૂરી થયાબાદ ભુવી થોડો સમય કાઢીને પોતાનાં લગ્નની તૈયારીઓમાં લાગી ગયો છે. ભુવીનાં લગ્ન ૨૩ નવેમ્બરે મેરઠની બ્રાઉરા હોટેલમાં થવાનાં છે. દિવસે લગ્ન બાદ પહેલું રિસેપ્શન મેરઠમાં જ યોજાશે.

ભુવી બીજું રિસેપ્શન ૨૬ નવેમ્બરે પોતાના પૈતૃક ગામ બુલંદ શહેરના લુહારલીમાં આપશે.  બીસીસીઆઇ અને સાથી ક્રિકેટરો માટે ત્રીજું રિસેપ્શન દિલ્હીની હોટેલ તાજમાં પાંચ ડિસેમ્બરે આપશે. દિલ્હીના ફિરોજશાહ કોટલા સ્ટેડિયમમાં જ બેથી છ ડિસેમ્બર દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટેસ્ચ રમાવાની છે. ભુવી ૨૪થી ૨૮ ડિસેમ્બર સુધી નાગપુરમાં રમાનારી બીજી ટેસ્ટમાં રમવાનો નથી.

You might also like