આ છે ભારતના ફાસ્ટ બોલર ભુવીની નુપૂર

મેરઠઃ શરમાળ અને પોતાનામાં જ ખોવાયેલા રહેતા ભારતના ફાસ્ટ બોલર ભુવનેશ્વરકુમારે પોતાની અંગત જિંદગીનાં કેટલાંક મહત્ત્વનાં પાનાં ગઈ કાલે ખોલી નાખ્યાં. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક કેફેની તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં ભુવી એક યુવતી સાથે બેઠેલો નજરે પડે છે. ભુવીએ આ ખાસ યુવતીને પોતાની ભાવિ બેટરહાફ ગણાવી છે. મેરઠમાં ગંગાનગર નિવાસી આ સ્વિંગ માસ્ટરે પોતાની પોસ્ટની સાથે જ પોતાની ભાવિ પત્નીનું નામ જાહેર કરી દીધું છે. ભુવનેશ્વરની થનારી બેટરહાફનું નામ છે નુપૂર નાગર.
ભુવીએ જેવી આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી કે તરત જ લોકોએ શુભેચ્છાઓનો ધોધ વરસાવી દીધો. જોકે ભુવીના કોચ સંજય રસ્તોગી હાલ આ સમાચાર પર મહોર નથી મારી રહ્યા. તેમણે કહ્યું, ”ભુવીની જીવનસંગિની વિશે મને કોઈ જાણકારી નથી.”
ગત મે-૨૦૧૭માં ભુવીએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી. એ તસવીરમાં તેની સામે કઈ છોકરી બેઠી હતી તે સ્પષ્ટ નહોતું થયું, પરંતુ ચાહકોને અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું હતું. એ સમયે ભુવીએ પણ ફોટો કેપ્શનમાં લખ્યું હતું, ”ડિનર ડેટ… સંપૂર્ણ પિક જલદી પોસ્ટ કરીશ.”

You might also like