ભુવનેશ્વરની દીકરીઅે ઝડપ્યું દીકરીઅો બચાવવાનું બીડું

વારાણસી: કન્યા ભ્રૂણ હત્યા પર પ્રતિબંધ લગાવવા અને લોકોને બેટી બચાવો ચળવળ સાથે જોડવા માટે સ્કૂટીથી ભારત ભ્રમણ પર નીકળેલી ભુવનેશ્વરની રૂષિકા શાહા ગઈ કાલે બનારસ પહોંચી. તે સેન્ટ્રલ હિંદુ ગર્લ સ્કૂલમાં વિદ્યા‌િર્થનીઅો અને શિક્ષિકાઅોને મળેલી. રૂષિકાઅે કહેલું કે તમામે મળીને સમાજને સમજાવવું પડશે કે દીકરી ન જોઈઅે તો પણ તેનો જીવ ન લો. રૂષિકાઅે રિક્ષા-ખુમચાવાળાથી લઈને મજૂરોને ભણવાની અને તેમનાં બાળકોને ભણાવવા માટે પ્રેરણા અાપવાની વાત પર જોર અાપ્યું.

રૂષિકાઅે સવારે હસીઘાટ પર બનારસની સવારનો નજારો જોયો. તેની સાથે અાર્ટ અોફ લિવિંગના અમિતકુમાર, ડો. અનિતા ચૌધરી હાજર રહ્યાં. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે યાત્રા દરમિયાન એકાદ જગ્યાઅે નકારાત્મક વિચારસરણીવાળા લોકો પણ મળ્યા. સમજાવ્યા બાદ તેમના સૂર પણ બદલાયા.

બનારસથી અાવેલી રૂષિકા અત્યાર સુધી ૨૬ રાજ્ય અને ૧૫ હજાર કિલોમીટર સુધીની યાત્રા સ્કૂટી દ્વારા એકલી કરી ચૂકી છે. અાગળ જતાં તે લખનૌ થઈને ઉત્તરાખંડ, હિમાચલ, પંજાબ અને હરિયાણા થઈને ૧૩ ડિસેમ્બરે દિલ્હી પહોંચશે.

You might also like