VIDEO: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બની શકે છે ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ

ગુજરાતઃ વિધાનસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળ બનાવવાની તૈયારીઓ હવે કરવામાં આવી રહી છે. ત્યારે ભુપેન્દ્રસિંહ ચૂડાસમાને વિધાનસભાનાં અધ્યક્ષ બનાવવામાં આવી શકે તેવી શક્યતા છે. વિધાનસભાનાં અધ્યક્ષ તરીકે તેમને ચૂટવામાં આવી તેવી શક્યતા સેવાઇ રહી છે.

આ ઉપરાંત ગણપત વસાવાને પણ વિધાનસભાના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી શકે છે. કેમ કે ગણપત વસાવાનું નામ પણ આ રેસમાં ઘણું આગળ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હમણાં યોજાઇ ગઇ. જેનું પરિણામ પણ આવી ગયું. જેમાં ભાજપનો બહુમતી સાથે વિજય થયો છે.

ત્યારે ભાજપનાં આ વિજયને લઇ હવે વિધાનસભાનાં અધ્યક્ષ, ગુજરાતનાં મુખ્યમંત્રી અને મંત્રી મંડળની રચના પણ થવા જઇ રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પસંદગી થઇ રહી છે. જેથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને વિધાનસભાનાં અધ્યક્ષ બનાવી શકે તેવી સંભાવના છે અથવા ગણપત વસાવાને પણ વિધાનસભાનાં અધ્યક્ષ બનવાની જવાબદારી સોંપાઇ શકે છે.

You might also like