શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દિલ્હીની મુલાકાતે, ફી નિયમન મુદ્દે સુપ્રીમના વકીલ સાથે ચર્ચા

શિક્ષણમંત્રી ભૂપેદ્રસિંહ ચુડાસમા આજે દિલ્લી જશે. દિલ્લીમાં ભૂપેદ્રસિંહ ચુડાસમા એટર્ની જનરલ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ ફી નિયમ મુદ્દે સુપ્રીમ કોર્ટના સરકારના વકીલ સાથે પણ ચર્ચા કરશે.

આ મુલાકાત દરમિયાન તે વાલીમંડળ અને શાળા સંચાલકો સાથે ચર્ચાયેલા મુદ્દા અંગે વકીલને માહિતગાર કરશે. મહત્વનું છે કે ફી નિયમન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 11 જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે ગાંધીનગર ખાતે વાલીમંડળ અને શિક્ષણમંત્રી વચ્ચે બેઠક મળી હતી. જેમાં વાલીઓએ સરકારને વિવિધ રજૂઆત કરી હતી. વાલીઓના જણાવ્યા પ્રમાણે ફી નિયમન કમિટિએ તમામ ઇત્તર પ્રવૃતિ અને સુવીધાને ધ્યાનમાં લઈને ફી નક્કી કરી છે.

વિદ્યાર્થીઓને સ્વિમિંગ કે હોર્સરાઈડીંગ જેવી લકઝરીયસ સુવિધાની ફી પણ ફરજીયાત ભરવી પડે છે. આ મામલે વિદ્યાર્થીઓને જે સુવિધા ન જોઈતી હોય તેની ફી લેવામાં ન આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત આવી ઇત્તર પ્રવૃતિને મરજીયાત રાખવા અને સરપ્લસ મિનિમન રાખવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે આવતીકાલે સુપ્રીમ કોર્ટના વકીલ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. જેમાં 11 જૂલાઇએ થનાર ફાઇનલ હિયરીંગ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

You might also like