ભૂમિકા શર્મા બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં મિસ વર્લ્ડ બની

દહેરાદૂનઃ અહીંની રહેવાસી ભૂમિકા શર્માએ વેનિસમાં યોજાયેલી વર્લ્ડ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં મિસ વર્લ્ડનો ખિતાબ જીતી લીધો છે. આ ટૂર્નામેન્ટનું આયોજન ગત સપ્તાહે કરવામાં આવ્યું હતું. આ ખિતાબ જીત્યા બાદ ભૂમિકાએ એ સાબિત કરી આપ્યું છે કે બોડી બિલ્ડિંગ ફક્ત પુરુષોનું જ કામ નથી, બલકે મહિલાઓ પણ પોતાનું શાનદાર પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કરી શકે છે. ભૂમિકાએ આ સ્પર્ધાની ત્રણ કેગેટરીમાં સૌથી વધુ પોઇન્ટ હાંસલ કર્યા તા, જેમાં ઇન્ડિવિઝ્યુઅલ પોસિંગ, બોડી પોસિંગ અને ફોલ સામેલ હતા.

પોતાની જીત પર ખુશી વ્યક્ત કરતાં ભૂમિકાએ કહ્યું, ”ભારતીય બોડી બિલ્ડિંગ સ્ક્વોડમાં કુલ ૨૭ સભ્ય હતા, જેમાં ફક્ત હું એકલી મહિલા બોડી બિલ્ડર હતી. મેં ત્રણેય રાઉન્ડમાં સારા પોઇન્ટ બનાવ્યા અને ખિતાબ જીતી લીધો.” આ સ્પર્ધામાં દુનિયાની લગભગ ૫૦ મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભૂમિકાનું બોડી બિલ્ડિંગ પ્રત્યે કેટલું ઝનૂન છે તેની જાણકારી તેના કોચે આપી હતી. કોચે જણાવ્યું કે ભૂમિકાના પરિવારજનો ઇચ્છતા હતા કે તે પોતાની કરિયર શૂટિંગમાં બનાવે. ભૂમિકા પોતાનાં માતાપિતાની એકમાત્ર સંતાન છે.
http://sambhaavnews.com

You might also like