આગામી ફિલ્મને લઇને ભૂમિ પેડનેકરે બદલ્યો પોતાનો વેશ….

ભૂમિ પેડનેકરની અત્યાર સુધી માત્ર ત્રણ જ ફિલ્મો રિલીઝ થઇ છે, પરંતુ એટલું પાકું થઇ ગયું છે કે પોતાના કોઇ પણ રોલને પરફેક્ટ બનાવવા માટે તે તેનો જીવ રેડી દે છે. અનુરાગ કશ્યપની આગામી ફિલ્મ ‘સાંડ કી આંખ’ના શૂટિંગ માટે તેણે પોતાનો વેશ બદલી દીધો છે.

તાજેતરમાં રિલીઝ થયેલી ‘સોન ચીડિયા’ના પાત્રમાં ખુદને ઢાળવા માટે તેણે ઘણી મહેનત કરી હતી. માર્ચમાં રિલીઝ થઇ રહેલી આ ફિલ્મમાં ચંબલનાં જંગલોમાં રહેતી ઇન્દુમતીનું પાત્ર ભજવી રહેલી ભૂમિ રિયલ લાઇફમાં ખૂબ જ બિનધાસ્ત અને મોડર્ન સ્ટાઇલવાળી અભિનેત્રી છે. બુંદેલખંડના એક ગામડામાં દેહાતી છોકરી અને તે પણ ૭૦ના દાયકાના માહોલમાં ખુદને ઢાળવું તેના માટે સરળ ન હતું.


બહુ ઓછા લોકોને ખ્યાલ હતો કે ફિલ્મ માટે પોતાના લુકને તેણે જાતે ડિઝાઇન કર્યો હતો. પોતાની ત્વચાને તડકામાં તપેલી તેમજ મોસમનો માર ખાધેલી વ્યક્તિમાં ખુદને ઢાળવા માટે તેણે ઘણો બધો મેકઅપ કર્યો. પોતાની ત્વચાને તેણે બ્લેક પણ બનાવી, જેથી એવી વ્યક્તિની ત્વચા જેવી લાગે, જેણે ચંબલ ઘાટીનો તાપ સહન કર્યો હોય, ચૂલો સળગાવતાં તેની આંખોમાંથી પાણી પણ ખૂબ જ વહ્યું હોય.

ફિલ્મમાં મહિલા ડાકુના પાત્રમાં દર્શકોને ચોંકાવવા જઇ રહેલી ભૂમિએ જણાવ્યું કે ફિલ્મના પાત્ર માટે તેણે બે મહિનાની ટ્રેનિંગ લીધી. આ દરમિયાન ફિલ્મમાં પોતાના લુક પર પણ ફોકસ કર્યું. ચંબલની સ્થાનિક બોલી પર પણ ખાસ્સું કામ કર્યું. •

You might also like