સિનિયર કલાકારોને ભૂમિ પેડેનકરની સલામ

ફિલ્મ ‘દમ લગા કે હઇશા’માં પોતાના અભિનયથી લોકોને આકર્ષ્યા બાદ હવે ભૂમિ પેડેનકર આયુષમાન ખુરાના સાથે ફરી એક વાર ‘મનમરજિયાં’ ફિલ્મમાં જોવા મળશે. ભૂમિએ આ ફિલ્મ અંગે જણાવ્યું કે મનમરજિયાં એક લવ ટ્રાયંગલ છે. મેં ‘દમ લગા કે હઇશા’ બાદ ઘણા દિવસ રાહ જોઇ અને એક ફિલ્મ સાઇન કરી. આ એક ક્લાસિક લવસ્ટોરી છે. ભૂમિએ અત્યાર સુધી માત્ર એક જ ફિલ્મમાં અભિનય કર્યો છે. તે કહે છે કે હું એ કલાકારોને જોઇને હેરાન છું જે એક સાથે ઘણી બધી ફિલ્મમાં કામ કરી શકે છે. ભૂમિ કહે છે કે હું એવા કલાકારોને સલામ કરું છું જેઓ એક સાથે ઘણી ફિલ્મ કરી લે છે, કેમ કે હું એક ફિલ્મ પણ કરું છું તો તે મારા માટે મોટી વાત છે.

ભૂમિ કહે છે કે મને મારા વરિષ્ઠ કલાકારો માટે ખૂબ જ માન છે. તેઓ અત્યંત વ્યસ્ત હોવા છતાં પણ એક સાથે ઘણી ફિલ્મ માં કામ કરી લે છે. હું આવા વરિષ્ઠ કલાકારો પાસેથી પ્રેરણા લઉં છું. કેમ કે તેઓ પ્રોફેશનલ ઉપરાંત પર્સનલ અને જાહેર જીવનમાં પણ અત્યંત વ્યસ્ત હોય છે. હું બીજી ફિલ્મ સાથે જોડાતા પહેલાં એક ફિલ્મનો પૂરી કરવાનું યોગ્ય સમજું છું, કેમ કે હું માનું છું કે કોઇ પણ પાત્રને જીવંત કરવા માટે તેના પર મહેનત કરવી પડે છે. ભૂમિ કહે છે કે હું ફિલ્મમાં મારા રોલ પર મહેનત કરું છું, કેમ કે હું તેમાં નિપૂણ થવા ઇચ્છું છું. ગયું વર્ષ મારા માટે ખૂબ જ સારું ગયું, પરંતુ મને આશા છે કે હવે લોકો મારા લુક્સ નહીં, પરંતુ કામ અંગે વાત કરે. •

You might also like