શોર્ટકટ હોતો જ નથીઃ ભૂમિ

ભૂમિ પેડેનકરે યશરાજ ફિલ્મ્સની ‘દમ લગા કે હઇશા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. હવે તે પોતાની આગામી ફિલ્મ ‘મનમર્જિયાં’થી દર્શકોને ચોંકાવવા જઇ રહી છે. ભૂમિ પહેલાં કાસ્ટિંગ પ્રોફેશનલ હતી, પરંતુ એક્ટિંગ પ્રત્યેના તેના ઝનૂને તેને પ્રોફેશનલ એક્ટર બનાવી દીધી. પોતાની પહેલી ફિલ્મથી ફિલ્મફેર બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ જીતનાર ભૂમિ ‘મનમર્જિયાં’માં સાવ બદલાયેલી જોવા મળશે. તે કહે છે કે મારું વજન ઘટાડવું તે મારી પ્રાથમિકતા રહી, કેમ કે મેં ‘દમ લગા કે હઇશા’ ફિલ્મ માટે મારું વજન ખૂબ વધાર્યું હતું. મને વજન વધારવામાં એક વરસ જેટલો સમય લાગ્યો.

વજન ઘટાડવામાં પણ એટલો જ સમય લાગ્યો. એક વર્ષની અનુશાસિત જીવનશૈલી અને સ્વાસ્થ્યવર્ધક ભોજન કરીને મેં વજન ઘટાડ્યું, છતાં પણ મેં મારી જાતને કોઇ વસ્તુથી દૂર રાખી નથી. તે કસરત અને ડાયટનું એક અનોખું મિશ્રણ હતું. જીવનશૈલી સંબંધિત આ શાનદાર પરિવર્તન મને ગમ્યું. કોઇ પણ વસ્તુમાં શોર્ટકટ હોતો નથી. તમારે તમારો ઉદ્દેશ પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ કરવો પડે છે અને ધીરજ પણ રાખવી પડે છે.

‘મનમર્જિયાં’ ફિલ્મ અંગે વાત કરતાં તે કહે છે કે આ ફિલ્મ ‘દમ લગા કે હઇશા’ કરતાં ખૂબ અલગ છે. મારું પાત્ર સંધ્યા જેવું નથી. ‘મનમર્જિયાં’ મારી પહેલી ફિલ્મ જેવી છે. તે એક ક્લાસિક લવસ્ટોરી છે. મને આશા છે કે હું મારા પ્રશંસકોની અપેક્ષા પર સાચી ઊતરીશ અને તેમના પર એક છાપ છોડીશ. •

You might also like