ભુજમાં હવામાના કાર્બનનું પ્રમાણ વધી રહ્યું છે

દિલ્હી જેવાં મોટાં શહેરોની જેમ જ ભુજ જેવા નાનકડાં શહેરમાં પણ પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. જો લોકો તકેદારી નહીં રાખે તો ભવિષ્યમાં પ્રદૂષણનો અજગર તેનું મોઢું ફાડે તેવી શક્યતા છે.

સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને એકમાત્ર એથેલોમીટર ભુજમાં મુકાયું છે. આ મીટર પહેલી નજરે રસોડામાં વપરાતા ઓવન જેવું લાગે પરંતુ તેનું કામ હવામાંના કાર્બનના પ્રમાણને માપવાનું છે. દર મિનિટે બે લિટર હવા ખેંચીને આ મીટર ફિલ્ટર્સની મદદથી તેનું વિશ્લેષણ કરીને કાર્બનનું પ્રમાણ નેનોગ્રામમાં માપે છે. આ મીટર જ્યાં લગાવાયું હોય તેટલા વિસ્તારની હવાનું વિશ્લેષણ કરી શકે છે. મીટરના આંકડા મુજબ, સવાર અને સાંજના સમયે હવામાંના કાર્બનનું પ્રમાણ વધે છે જ્યારે બપોરે ને મોડી રાત્રે પ્રદૂષણ ઓછું હોય છે.

એકાદ વર્ષ પહેલાં જ્યારે આ મીટર શરૂ કરાયું ત્યારે આ પ્રમાણ માત્ર ૭-૮ હજાર નેનોગ્રામ હતું પરંતુ એકાદ વરસમાં આ આંકડો ૧૦ હજારને આંબી ગયો છે. ભુજ હવામાનખાતાની કચેરીના ડાયરેક્ટર રાકેશકુમારના મતાનુસાર, જો વાહનોની સંખ્યા ઘટાડી ન શકીએ તો આપણે તેના ચલાવવા પર નિયંત્રણ રાખવું પડશે અને ડિઝલ કરતાં પેટ્રોલનાં વાહનોનો વધુ ઉપયોગ કરવો પડશે. જો કાર્બનનું પ્રમાણ ૨૦ હજાર નેનોગ્રામથી વધુ હોય તો તે લોકોનાં આરોગ્યને અસર કરે, હાલમાં તો ભુજમાં કાર્બનનું પ્રમાણ ચિંતા કરાવે તેવું નથી પરંતુ વરસમાં હજાર નેનોગ્રામ જેટલું વધ્યા કરે તો ખતરો બહુ દૂર નથી તેમ કહી શકાય. પ્રદૂષણ માટે કારખાનાઓનો ધુમાડો પણ જવાબદાર છે.

http://sambhaavnews.com/

You might also like