કેવી રીતે કરશો ભ્રામરી પ્રાણાયામ? જાણો શું છે ફાયદા

યોગ એક એવી ઉર્જા જે તમારા શરીરના આંતરિક આજ્ઞાચક્રોને શક્તિશાળી અને શરીરને નીરોગી બનાવે છે. ભારત દેશના ઋષિમુની દ્વારા શોધવામાં આવેલી આ યોગક્રિયાને આજે સમગ્ર વિશ્વએ અપનાવી છે. ભારત દેશના ઋષિમુનિઓ દ્વારા શરૂ કરવામાં આવેલ યોગ આજે વિશ્વના ફલક પર પ્રચલિત થયો છે. અને લોકોની જરૂરિયાત બની રહ્યો છે.

વિધિ
પદ્માસન અથવા સુખાસનમાં બેસવું.
બન્ને નાસિકાથી બને તેટલો વધુ શ્વાસ લેવો.
શ્વાસને અંદર ભર્યા બાદ બન્ને હાથની આંગળીઓ આંખ પર અને અંગૂઠાને કાન પર રાખી આંખ અને કાનને બંધ કરો.
મોં બંધ રાખી મધમખીની જેમ શરીરમાં જ અવાજ સંભળાય તે રીતે અવાજ કરવો કે ગણગણાવો.
શ્વાસ મૂકી દેવો.
ફરીથી આ ક્રિયા બીજીવાર કરવી.
આ પ્રમાણે પાંચ મિનિટ ભ્રામરી – પ્રાણાયામ કરવો.

લાભઃ
મનની ચંચળતા દૂર થાય છે.
મન એકાગ્ર બને છે.
માનસિક તણાવ ઓછો થાય છે.
ડિપ્રેશનથી મુક્ત થવાય છે.
યાદશક્તિ વધે છે.
મસ્તિસ્કમાંના જ્ઞાનતંતુઓ બળવાન બને છે.

You might also like