મુસ્લિમ કેદી જ જેલ તોડીને ભાગે છે, હિંદુ કેમ નહીં: દિગ્વિજય

ભોપાલ: ભોપાલ એનકાઉન્ટર પર ચઢેલું રાજનિતીક યુદ્ધ બંધ થવાનું નામ લેતી નથી. કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિ્ંહ દ્વારા ફક્ત મુસ્લિમ જ જેલ તોડીને કેમ ભાગે છે કહીને એન્કાઉન્ટર પર પ્રશ્ન ઉભો કર્યા બાદ હવે ભાજપે સોનિયા ગાંધી પાસે જવાબ માંગ્યો છે. ભાજપે સોનિયાને પૂછ્યું કે દિગ્વિજય જે કહી રહ્યા છે એ શું કોંગ્રેસ પાર્ટીની લાઇન છે? આ પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચોહાણએ પણ એનકાઉન્ટર પર પ્રશ્નો ઊભા કરનારાઓને ટાર્ગેટ પર લીધા હતાંં


ભાજપ નેતા અને કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદએ દિગ્વિજયના નિવેદન પર પૂછ્યું, ‘હું સોન્યા ગાંધીને પૂછવા માંગુ છું કે દિગ્વિજય જે પૂછી રહ્યા છે એ કોંગ્રેસ પાર્ટીની લાઇન છે? આ પહેલા પણ દિગ્વિજય સિંહે બાટલા હાઉસ એનકાઉન્ટર પર સવાલો ઊભા કર્યા હતાં અને ત્યારે સોનિયા ગાંધીને કહેવું પડ્યું હતું કે આ કોંગ્રેસ પાર્ટીની લાઇન નથી.રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલા મુદા પર લોકોએ એકસુરે બોલવું જોઇએ.’

દિગ્વિજયે કહ્યું હતું કે આ એનકાઉન્ટરની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવે. તેમણે પ્રશ્નો ઉઠાવ્યો હતો કે, ‘ફક્ત મુસલમાનો જ જેલ તોડીને શું કામ ભાગે છે. હિન્દુ કેમ નહીં? તપાસ એજન્સીએ આ મુદ્દા પર જરૂરથી ચકાસણી કરવી જોઇએ. સાથે એવાતની તપાસ પણ કરવી જોઇએ કે એવી તો શું સમસ્યા છે કેક્ત મુસલમનો જ જેલ તોડીને ભાગે છે.’

You might also like