BJP માં જોડાયા ભોજપુરી અભિનેતા રવિ કિશન

નવી દિલ્હી: ભોજપુરી અભિનેતા રવિકિશન ભાજપમાં જોડાઇ ગયા છે. રવિવારે નવી દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં રવિ કિશનએ ભાજપનું સભ્યતા લીધી. આ દરમિયાન એમની સાથે ભોજપુરી ફિલ્મોના કો-સ્ટાર અને ભાજપના સાંસદ મનોજ તિવારી પણ હાજર રહ્યા હતાં. જણાવી દઇએ કે 2014 માં તેમણે કોંગ્રેસની ટિકીટથી ચૂંટણી પણ લડી હતી.

ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનોજ તિવારીએ કહ્યું હતું કે કિશન રવિવારએ પાર્ટીમાં જોડાશે. આ પહેલા રવિ કિશન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનની પણ પ્રશંસા કરતાં રહ્યા છે.

visit: http://sambhaavnews.com/

You might also like