મહારાષ્ટ્રના ભિવંડી બહુમાળી બિલ્ડીંગ ધરાશય, અનેક લોકો દટાયા હોવાની આશંકા

પૂણે : દેશમાં ભારે વરસાદના લીધે એક તરફ પૂરનો ખતરો મંડરાઇ રહ્યો છે તો બીજી તરફ વરસાદના લીધે અનેક સ્થળોએ બિલ્ડીંગો ધરાશય થતી હોવાના સમાચાર આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં ભિવંડીના હનુમાન ટેકરી વિસ્તારમાં બે માળની બિલ્ડીંગ ધરાશય હોવાની સમાચારા આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા છે જ્યારે કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા છે.

ઈન્ડીયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર મુંબઇ નજીક ભિવંડીમાં રવિવારે ભારે વરસાદના લીધે બે માળની બિલ્ડિંગ ઢળી પડી હતી જેમાં 8 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 23 લોકોને ઇજા પહોંચી છે. એનડીઆરએફની ટીમે બચાવ કાર્ય શરૂ કરી દીધું છે.

ઘટના રવિવારે સવારની છે. બચાવદળ ઘટનાસ્થળ પહોંચી ગયા છે. મળતી માહિતી અનુસાર 8 થી 10 લોકો કાટમાળ નીચે ફસાયેલા છે. બિલ્ડીંગ ધરાશય બાદ ઘટનાસ્થળ પર ભીડ જમા થઇ ગઇ છે.

તમને જણાવી દઇએ કે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર લગભગ 7 8 પરિવાર વસવાટ કરતા હતા. ઇજાગ્રસ્તોને થાણેની સિવિલ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. આઇજીએમ હોસ્પિટલના ડો અમોલ શેટ્યેએ જણાવ્યું હતું કે અમારા ત્યાં લગભગ 22 લોકોને દાખલ કરવામાં આવ્યા છે, 3 ગંભીર રીતે ઘાયલ દરદીઓને થાણે મોકલવામાં આવ્યા છે. બાકી ઇજાગ્રસ્તોને વિશેષજ્ઞ ડોક્ટરોની ટીમ જોઇ રહી છે.

અકસ્માતમાં 7 મહિનાની એક બાળકી સહિત ઘણા લોકો નસીબદાર રહ્યાં જેમના જીવ બચી ગયા. બીજા માળે રહેનાર મોહમંદ વકીલ તેમાંના એક છે. તેમણે કહ્યું કે હું ઘરમાં સૂવા જઇ રહ્યો હતો ત્યાર અકસ્માત થયો. મારી પત્ની અને બાળકો દરવાજા નીચે દબાઇ ગયા. મેં તેમને બહાર કાઢ્યા. તેમના માથા અને પગમાં ઇજા પહોંચી છે, પરંતુ તેમની હાલત સ્થિર છે.

You might also like