ત્યાગની સંપૂર્ણ પરિપૂર્ણતા

શ્રીમદ્ ભગવદ-ગીતાનો પ્રારંભ ધૃતરાષ્ટ્રની પૃચ્છાથી થયો. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય તથા કર્ણ જેવા મહારથિ (મહારથિ બરાબર ૧૦૦૦ યોદ્ધાનો સેનાપતિ, રથિ એટલે ૧૦૦ યોદ્ધાનો સેનાપતિ)ની સહાયથી પોતાના પુત્રો ૧૦૦ કૌરવ જીતશે જ તેવી ધૃતરાષ્ટ્રને આશા હતી. માન્યતા હતી.

પોતાના પક્ષના વિજયની તેમને અપાર અપેક્ષા હતી. કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ છેડાયું. જેને સંજય પોતાનાં દિવ્ય ચક્ષુથી નિહાળીને ધૃતરાષ્ટ્રને વર્ણન કરતા હતા. સંજયે રાજા ધૃતરાષ્ટ્રને જણાવ્યું કે, “હે રાજન, તમે તમારા પુત્રોના પક્ષના વિજય અંગે વિચારી રહ્યા છો પરંતુ મારો અભિપ્રાય એવો છે કે જ્યાં કૃષ્ણ તથા અર્જુન હાજર હોય ત્યાં સદા સર્વદા સુખ પ્રવર્તે છે.”

તેમણે સીધેસીધું સમર્થન કર્યું કે ધૃતરાષ્ટ્રે તેમના પુત્રો તથા કૌરવ પક્ષના વિજયની અપેક્ષા ન રાખવી. અર્જુનના પક્ષે જ વિજય નિશ્ચિત હતો. ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનના સારથિ બનવાનું સ્વીકાર્યું. તે એક ઐશ્વર્યનું પ્રદર્શન માત્ર જ હતું.

કારણ કે ભગવાન શ્રીકૃષ્ણ ઐશ્વર્યના પ્રદાતા છે.

તેમના જ ઐશ્વર્યનું બીજું એક પાસું વૈરાગ્ય છે. યુદ્ધ મહાભારતનું દુર્યોધન અને યુધિષ્ઠિર વચ્ચેનું હતું. અર્જુન તેના મોટાભાઈ યુધિષ્ઠિરના પક્ષમાં હોવાથી યુધિષ્ઠિરનો વિજય નિશ્ચિત હતો. યુદ્ધ દ્વારા પૃથ્વી ઉપર કોણ રાજ્ય કરશે તેનો નિર્ણય થવો માત્ર હતો. આ યુદ્ધ દરમિયાન જ સંજયે ધૃતરાષ્ટ્રને સંકેત આપી દીધો હતો કે સમગ્ર આર્યાવ્રતની સત્તા યુધિષ્ઠિરના હાથમાં ચાલી હશે. અહીં તેમણે એવંુ પણ જણાવ્યું હતું કે યુધિષ્ઠિર ઉત્તરોત્તર વધુને વધુ શક્તિશાળી બનતાં જશે. કારણ કે તેઓ પુણ્યાત્મા તથા ધર્માત્મા છે. એટલું જ નહીં તેઓ નીતિના પણ આગ્રહી હતા. તેમણે કદી અસત્ય ઉચાર્યું જ ન હતું.

ઘણા નાસ્તિક શ્રીમદ્ ભગવદ્ગીતાને યુદ્ધના મેદાનમાં બે મિત્રો વચ્ચે થયેલી વાતચીત ગણે છે. પરંતુ અહીં આવા લોકોએ તે ધ્યાનમાં રાખવંુ જોઈએ કે આવો ગ્રંથ કદી શાસ્ત્ર હોઈ શકે જ નહીં. પરંતુ આ ગ્રંથ નથી શાસ્ત્ર છે. તે વાત કદી ભૂલવી નહીં.

કેટલાક વળી એવું માને છે કે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને યુદ્ધ કરવા ઉશ્કેર્યો હતો. જે બાબત સત્યથી તદ્દન વેગળી છે. ગીતાજીમાં કહેવાયું છે કે “દરેક મનુષ્ય એ શ્રીકૃષ્ણનું શરણું લેવું જ જોઈએ. પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ જ વાસ્તવિકતા છે.
શ્રીકૃષ્ણ ભગવાન દિવ્ય છે. કારણ કે તેઓ હંમેશાં પોતાની સનાતન અંતરંગ શક્તિમાં વ્યાપક છે.” દરેક જીવ ભગવાન શ્રીકૃષ્ણની શક્તિથી જ ઉત્પન્ન થાય છે. જોકે મહાભારતમાં અર્જુન વારંવાર એવું કહે છે કે, “જ્યારે જ્યારે હું ભગવાન શ્રીકૃષ્ણના અદ્ભુત સ્વરૂપનું સ્મરણ કરું છું ત્યારે ત્યારે હું વધુને વધુ આશ્ચર્ય પામું છું. હું વારંવાર હર્ષવિભોર થતો જાઉં છું.” શ્રીમદ્ ભગવદ્ગીતા કુરુક્ષેત્રના યુદ્ધના મેદાન વચ્ચે ખેલાયું હતું.

આ યુદ્ધ ૧૮ દિવસ ચાલ્યું હતું. બંને પક્ષ વચ્ચે ૧૮, ૧૮ મહારથિ સતત ૧૮ દિવસ લડ્યા હતા. કૌરવના પક્ષે દરરોજ સેનાપતિ મૃત્યુ પામતા. દરરોજ સૈનિકોને નવા સેનાપતિ મળતા હતા. આ યુદ્ધમાં ૧૮ અક્ષોહિણી સેના સામે પાંચ પાંડવ, તેમના સહાયકો તથા ભગવાન શ્રીકૃષ્ણ હતા. તેમના પક્ષે સત્ય તથા વિજય હતા. કૌરવના પક્ષે અસત્ય તથા પરાજય હતા.•

You might also like