હવે UPમાં આંબેડકરનું નામ બદલાશે, પિતા ‘રામજી’નું નામ પણ ઉમેરાશે, અપાયા આદેશ

ઉત્તરપ્રદેશમાં હવે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું નામ બદલવામાં આવશે. ભીમરાવ આંબેડકરનું નામ હવે બદલીને પિતાના નામ રામજી માલોજી સકપાલના નામ સાથે જોડવામાં આવશે.

રાજ્યપાલ રામ નાઈકની સલાહ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તેમનું નામ બદલીને ‘ડૉ. ભીમરાવ રામજી આંબેડકર’ કરવામાં આવશે. રાજ્યપાલ રામનાઈકે તેને લઈને 2017માં એક કેમ્પેઈન ચલાવ્યું હતું. આ અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં તેમનું નામ તેમના પિતા સાથે જ જોડવામાં આવે છે. હવે ઉત્તરપ્રદેશ સરકારે પણ આદેશ આપી દીધા છે. સરકારે રેકોર્ડ્સમાં આ અંગે ફેરફાર કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

રામનાઈક છેલ્લા એક વર્ષથી અભિયાન ચલાવી રહ્યા હતા. તેમણે આંબેડકરના દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા, જેમાં તેઓ ‘ભીમરાવ રામજી આંબેડકર’ નામ લખતા હતા. જો કે આ નિર્ણય સામે ભાજપના સાંસદ ઉદિત રાજે આપત્તિ દર્શાવી છે.

You might also like