ભિલાડ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ : મોટા પ્રમાણમાં રૂપિયા મળ્યા

પાલનપુર : ગુજરાત પ્રવેશ દ્વાર એવા ભીલાડ ચેકપોસ્ટ પર અચાનક સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું. વલસાડ SOGની ટીમે રાજ્યમાં મહારાષ્ટ્રમાંથી પ્રવેશ કરતા તમામ વાહનો ચેક કર્યા હતા. ત્યારે મહારાષ્ટ્ર પાસિંગની એક કારમાંથી મોટી માત્રામાં રૂપિયા મળી આવ્યા હતા. નાની નોટોના બંડલ કારમાં છુપાવવામાં આવ્યા હતા.

આટલી મોટા પ્રમાણમાં રૂપિયા કેમ લઇ જવાતા હતા તેમજ અન્ય નવી નોટ કેટલીક મળી આવી તે બાબતે પોલીસે તાપસ શરુ કરી છે. જોકે આ મામલે પોલીસે શિવરાત્રી તહેવાર સઘન ચેકીંગ હાથ ધર્યું હોવાની વાત કરી હતી. તો રાજ્ય દ્વારાથી મોટામોટા પ્રમાણમાં દારૂ જથ્થો રાજ્યમાં ઘુસાડવામાં આવતો હોય છે.

જો કે મોટા પ્રમાણમાં દારૂ માટે કુખ્યાત ચેકપોસ્ટર પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. દારૂ માટે તપાસ કરી રહેલા પોલીસને પૈસા મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ પોલીસ નાણા ક્યાંથી આવ્યા તે અંગે તપાસ કરી રહી છે

You might also like