ભાજપ પ્રદેશ પ્રમુખ વાઘાણીએ ગ્રામજનો સાથે બેસી સાંભળી મન કી બાત

ભાવનગરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સ્થાનિક ધારાસભ્ય જીતુ વાઘાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા યોજાયેલી મનકી બાત કાર્યક્રમ ગ્રામજનોની વચ્ચે બેસીને સાંભળી હતી. ભાવનગરના ફરિયાદકા ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપનના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ હાજરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે,અહીં જીતુ વાઘાણીના હસ્તે રૂપિયા 2 કરોડના ખર્ચે ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાના કામોનું ખાતમુહર્ત પણ કર્યું હતું. અહીં મોટી સંખ્યામાં ગામના લોકો તેમજ ભાજપના કાર્યકરો હાજર રહ્યાં હતાં. જીતુ વાઘાણી એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી દ્વારા યોજાતી મનકી બાતના કારણે વિવિધ ક્ષેત્રમાં લોકોમાં જાગૃતિ આવી છે, પછી તે જળ સંગ્રહની વાત હોય કે સ્વચ્છતાની વાત હોય.

આપને જણાવી દઇએ કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ મન કી બાતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ આજે પોતાના કાર્યક્રમ ‘મન કી બાત’ની મદદથી દેશવાસીઓને સંબોધન કરતા કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખિલાડીઓના સારા પ્રદર્શનના પેટ ભરીને વખાણ કર્યા હતા તથા તમામ ખેલાડીઓની ભવિષ્યમાં વધુ સફળતા પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી.

ત્યારે આજરોજ ભાજપના વરિષ્ઠ નેતા અને સ્થાનિક ધારાસભ્ય જીતુ વાઘાણીએ ભાવનગરના ફરિયાદકા ગામે યોજાયેલ રસ્તાનાં ખાતમુહર્ત કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ગ્રામજનો સાથે મન કી બાત સાંભળી હતી. ત્યારબાદ ગ્રામજનો સાથે વાતચીત પણ કરી હતી.

You might also like