પત્નીના પ્રેમીને ઠાર મારમાર આર્મીમેનને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

ભાવનગર: ભાવનગરના જ્વેલર્સ સર્કલ નજીક આવેલા આર કે એપાર્ટમેન્ટ ફ્લેટમાં આર્મીના જવાને પોતાની પત્નીને કઢંગી હાલતમાં જોઈ જતાં પત્નીને ગોળી મારી કરી હતી. આ મામલે ભાવનગરની ફાસ્ટ ટ્રેક કોર્ટે કસુરવાર ઠરાવીને આજીવન સજા ફટકારી છે.

મળતી માહિતી મુજબ માર્ચ 2015ના રોજ જીગર હરેશભાઇ વ્યાસ કે જે આર્મીમાં નાઈન પેરાકમાન્ડોમાં ફરજ બજાવતો હતો. જે રજા દરમિયાન ભાવનગર આવ્યો હતો આ દરમ્યાન તેણે તેની પત્નીને અન્ય પુરુષ કઢંગી હાલતમાં જોઈ જતાં ભાન ગુમાવી બેઠો હતો. ત્યારબાદ હરેશે તેની ઉપર ફાયરિંગ કરી તેનું મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આજે આ અંગેનો કેસ ચાલી જતા કોર્ટે હરેશને આજીવન સજા ફટકારી છે. આર્મી મેન જીગર વ્યાસ 15 વર્ષથી આર્મીમાં છે. હરેશ વ્યાસને આર્મીમેનની ફરજ દરમ્યાન 7 મેડલો પણ મળ્યા છે અને પેરાકમાન્ડોમાં ગુજરાતમાંથી 2 લોકો છે. જેમેનો એક હરેશ વ્યાસ છે 2011ની સાલમાં મુંબઈમાં થયેલા હુમલા સમયે હરેશ એન.એસ.જી કમાન્ડોમાં હતો. તેને પણ આતંકવાદીની એક ગોળી વાગી હતી સામે તેમના યુનિટ દ્વારા 2 આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા.

જેથી હરેશને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના હસ્તે એવોર્ડ પણ મળ્યો હતો. હરેશે તેની પત્નીના પ્રેમી દેવેન્દ્રને ઠાર માર્યો હતો જયારે હરેશની પત્ની ચેતનાને ઇજા થઈ હતી. આમ તો હરેશ કાશ્મીર સહીત અન્ય રાજ્યમાં ફરજ બજાવતો હોઈ તેના મિત્ર દેવેન્દ્રને તેના પરિવારનું ધ્યાન રાખવા ભલામણ કરી હતી. પરંતુ પત્ની બેવફા બની અને મિત્રએ પ્રેમ સંબંધ બનાવી દીધો હતો. ચેતના છૂટાછેડા લેવા માંગતી હતી પરંતુ આ બધું હરેશની નજરમાં આવી જતા તેણે દેવેન્દ્ર ને શૂટ કરી દીધો હતો.

You might also like