VIDEO: ભાવનગરમાં પરિવારનો સામૂહિક આપઘાત, 2 વર્ષની માસૂમનો આબાદ બચાવ

ભાવનગરઃ શહેરનાં લીલા સર્કલ નજીક આવેલી સત્યમ સોસાયટીમાં રહેતા અને અલંગમાં ક્રેપનો વેપાર કરતાં એક વેપારીએ આર્થિક સંકળામણનાં કારણે પરિવાર સાથે આપઘાત કરી લીધો છે. વેપારીએ તેની પત્ની અને દીકરા સાથે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. જ્યારે 2 વર્ષની માસૂમ દીકરીનો બચાવ થયો છે.

આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસને વેપારીનાં ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેની પ્રાથમિક તપાસમાં આર્થિક સંકળામણનાં કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. વેપારી નિલેશભાઈ ઉપાધ્યાય તેમનાં પત્ની હિરલબેન અને પુત્ર ભાવિકનું મોત નિપજ્યું છે.

વેપારીએ પત્ની અને પુત્ર સાથે ઝેરી દવા પીને લીધી હતી. જ્યારે તેમની બાળકીને તેમાં બાકાત રખાઇ હતી. જ્યારે તેમનાં બહેન સાંજે ઘરે આવ્યાં ત્યારે કોઈએ દરવાજો ન ખોલતાં કંઈક અજુગતું થયાની શંકા ગઈ હતી. જેથી પોલીસને જાણ કરાઇ હતી અને અંતે પોલીસે બારીનો કાચ તોડીને ઘરનો દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશ્યાં હતાં.

જ્યાં ઘરમાં એક સાથે ત્રણ મૃતદેહ પડ્યાં હતાં. જે જોઈને તેમની બહેનનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જો કે આ ઘટનામાં માસૂમ 2 વર્ષની દીકરી બચી ગઈ છે કે જેને પોતાનાં માતા-પિતા ગુમાવ્યાં છે. આ માસૂમને તો એવો ખ્યાલ પણ નથી કે ઘરમાં શું થઈ ગયું છે. આપઘાતની આ ઘટનામાં એક હસતો રમતો પરિવાર પણ વિખેરાઈ ગયો છે. કારણ જે પણ હોય પરંતુ આપઘાત એ કોઈ પણ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ નથી.

Dhruv Brahmbhatt

Recent Posts

1 ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીમાં 10 ટકા સવર્ણ અનામતનો લાભ મળશે

(એજન્સી) નવી દિલ્હી: સામાન્ય શ્રેણીના આર્થિક રીતેે નબળા વર્ગ (ઇડબ્લ્યુએસ)ના લોકોને ૧ ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીઓમાં ૧૦ ટકા અનામતનો લાભ…

2 hours ago

…તો ઇજાગ્રસ્ત પેસેન્જર મુંબઇના બદલે કોલકતા પહોંચી ગયો હોત

(અમદાવાદ બ્યૂશ્રરો) અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૯ની ઇવેન્ટમાં હાજરી આપવા આવેલા મુંબઇના પ્રવાસીને પાછા ફરતી વખતે અન્ય ફલાઇટમાં બેસાડી દેવાતાં…

2 hours ago

Ahmedabadમાં 800 કરોડના ખર્ચે નવાં આઠ મલ્ટિસ્ટોરિડ પાર્કિંગ બનાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દેશના ગોવા જેવા રાજ્ય કરતાં પણ વધુ વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર દ્વારા આગામી નાણાકીય…

2 hours ago

પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના સભ્યો આમને સામનેઃ ત્રણ ઘાયલ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના રખિયાલમાં ગઇ કાલે સાંજે પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના બે સભ્યો વચ્ચે લોહિયાળ જંગ ખેલાતાં સમગ્ર…

2 hours ago

નંબર પ્લેટ વિના ફરતા નવાં વાહનો પર RTOની તવાઈ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નંબર પ્લેટ વિના નવા ફરતા વાહનો પર રોક લગાવવા માટે આરટીઓએ ડીલરો સામે…

2 hours ago

PM મોદીએ વારાણસીમાં 15મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને ખુલ્લું મૂક્યું

(એજન્સી): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં આજે ૧૫મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. તેઓ ઉદ્ઘાટન સત્ર…

2 hours ago